વહુને એક સાડી લેવાનું કહ્યું અને તે બે સાડી લઈ આવી, સાસુએ કારણ પૂછ્યું તો વહુએ એવો જવાબ આપ્યો કે સાસુ ની આંખો…

બે સાડી વેપારીએ પેક કરીને આપી દીધી. ભૂમિ એ તરત જ પૈસા આપ્યા અને પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં તે સાડી લઈને ફરી પાછી ઘરમાં જતી રહી.

સાસુ ભૂમિને ઘરમાં પ્રવેશતી જોઈને થોડું આશ્ચર્ય પામ્યા કારણ કે સહજતાથી કોઈ પણ વિચારે કે સાડી લેવા માં આટલો ઓછો સમય ન લાગે, તેમ છતાં સાસુ કંઈ બોલ્યા નહીં પરંતુ ભૂમિના હાથમાં બે સાડી જોઈને સાસુ એ તરત જ કહ્યું કે બે સાડી કોના માટે લાવી? ફઈ સાસુ ને તો એક જ સાડી આપવાની છે… તો પછી એક વધારે કેમ લઈ લીધી?

સાસુ ની વાતનો જવાબ આપતા ભૂમિએ કહ્યું એક ફઈજી માટે અને બીજી મારી પોતાની નણંદ માટે…

બસ ભૂમિ પાસેથી માત્ર આટલું સાંભળવાની રાહ જોઈ રહ્યા હોય એ રીતે સાસુ ગુસ્સે થઈ ગયા અને ભૂમિ ઉપર તૂટી પડ્યા કે મારી દીકરીને રક્ષાબંધન ઉપર તું આવી સાડી આપવા માંગે છે? તને તો મારી દીકરી જરા પણ ગમતી જ નથી, તને તારી નણંદ જરા પણ વહાલી નથી કે શુ?

ભૂમિ એ શાંતિથી સાસુને વાતનો જવાબ આપતા કહ્યું મમ્મી હું તમને માત્ર એક જ સવાલ પૂછવા માગું છું કે ફઈ પણ તમારી સાસુ ની દીકરી છે તો પછી એ આવી સાડી પહેરી શકે છે તો દીદી કેમ નહીં?

ભૂમિએ પૂછેલા સવાલનો તેની સાસુ પાસે કોઈ જવાબ નહોતો, તરત જ પોતે કરેલા ભેદભાવનો તેને અહેસાસ થઈ ગયો. અને વર્ષોથી જે ચાલી રહ્યું હતું તેમાં પણ તેને અંદાજો આવ્યો કે ફઈ સાથે તેને કેવો વ્યવહાર કર્યો છે.

તરત જ ભૂમિના હાથ પકડીને બંને સાસુ વહુ બહાર ગયા અને પેલી ગાડી પાસે જઈને ભૂમિના સાસુએ કહ્યું ભાઈ આ બે સાડી પાછી રાખી લો. અને બીજી કોઈ ભારે માં સારી સાડી હોય તો એ બતાવો.

વેપારી પાસે બધી સાડી હાજર હતી એટલે તે સાડીઓ બતાવી અને બે ભારે સાડી ભૂમિ અને સાસુ એ મળીને તેના ફઈ તેમજ નણંદ માટે ખરીદી કરી.

ભૂમિના ચહેરા ઉપર સંતોષ દેખાઈ રહ્યો હતો. કારણ કે તેને જે વાતનો ગુસ્સો આવ્યો હતો અને તે સાસુને જે સમજાવવા માંગતી હતી તેમાં તે સફળ થઈ હતી. જો કે ભુમિને હજુ પણ થોડી શંકા હતી કે મારા ઘરમાં ભલે આવું ન થયું પરંતુ ઘણા ઘરમાં આવું બનતું હશે નહીંતર રક્ષાબંધન જેવા તહેવાર પર સાડીઓનો સેલ શહેરોમાં થાય જ નહીં.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે આ સ્ટોરી ને શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટ કરીને કેવી લાગી તે અચૂક જણાવજો

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel