ધીમે ધીમે સાસુ વહુના સંબંધની ખટાશ દૂર થવા લાગી અને તેઓનો સંબંધ વળાંક લેવા લાગ્યો. પોતાની વહુની આધુનિક પરંપરાઓને પણ સાસુએ રુચિ બતાવવાની શરૂ કરી દીધી અને તેને હિંમત પણ આપી કે તારે તારી રીતે પોતાની જાતને ખોલીને જીવી શકે છે.
થોડા જ દિવસો પછી શહેરમાં એક ફેશન શો થવા જઈ રહ્યો હતો ત્યારે રાધિકાને તેમાં ભાગ લેવાનો મન થયું તેને પોતાની સાસુ પાસે પરમિશન માંગી અને સાથે આવવા માટે પણ કહ્યું ત્યારે સુમિત્રાબેને હસીને કહ્યું કે હું તારી સાથે પણ આવીશ અને તું તારે શોખથી પાર્ટિસિપેટ કર.
ફેશન શો માં રાધિકાએ ખૂબ જ ખૂબસૂરત ડ્રેસ પહેર્યો હતો જે તેની સુંદરતા પર ચાર ચાંદ લગાવી રહ્યો હતો.. ભરપૂર આત્મવિશ્વાસ સાથે રેમ વોક કરવાનું શરૂ કર્યું અને તેની આમતેમ ફરી રહેલી નજરો સામે ઓડિયન્સમાં બેઠેલી તેની સાસુને શોધી રહી હતી,
જેવું સાસુ પર ધ્યાન ગયું કે તરત જ સાસુએ ઈશારામાં સમજાવ્યું કે તે ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે ફેશન શો પૂરો થયો ત્યારે રાધિકાએ તેની સાસુ સાથે હગ કરીને ઘણી બધી વાતોચીતો કરી. સાસુએ પણ તેના ડ્રેસના ખૂબ જ વખાણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
જેઓ બંને વચ્ચે હરીફાઈ થઈ રહી હતી તે હવે જાણે દોસ્તીમાં બદલાઈ ચૂકી હતી, અને હવે સાસુ વહુ જાણે એકબીજાના મિત્રો હોય તેમ રહેવા લાગ્યા હતા, તેઓ બંનેને સમજાઈ ગયું હતું કે પરંપરા કે નવા જમાનાની આધુનિકતા અપનાવી લેવાથી સંબંધ મજબૂત નથી થઈ જતો પરંતુ એકબીજા માટે પ્રેમ અને સન્માન વધે એટલે સંબંધ આપોઆપ મજબૂત થઈ જાય છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.