અને માતા-પિતાની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ, બંને જાણે બેભાન જેવા થઈ ગયા. આજુબાજુના લોકોએ સ્વસ્થ કરી અને પોલીસને બોલાવી. ટ્રક ડ્રાઈવર ને પકડવામાં આવ્યો, કોર્ટ માં હાજર કરાયો. જજ સાહેબે પિતા ને બોલાવી ને જુબાની લીધી, પિતા બોલ્યા, “જજ સાહેબ, એમાં હકિકત એવી છે કે મારો છોકરો જ દોડીને ટ્રક ની સામે ગયો હતો એમાં ડ્રાઈવર નો કંઈ જ વાક નથી…” આટલુ જ બોલી શક્યા અને પછી કંઈ બોલાયુ જ નહિ એમનાથી…
અને કોર્ટ માં બે મિનીટ માટે સન્નાટો છવાઈ ગયો. જજ ની કલમ પણ થોભી ગઈ. પછી જજ સાહેબે ડ્રાઈવર ને નિર્દોષ કરાર આપી છોડી મુક્યો.
પણ આવા બયાન પાછળ એનું કારણ શું હશે? જાણીને દંગ રહી જશો…
જ્યારે માતા-પિતા બંને કોર્ટ માં આવતા હતા ત્યારે માતા એ વિવેક ના પિતા ને કહ્યુ, “વિવેક આટલા જ દિવસનો મહેમાન હતો. એટલે આટલુ જ રોકાણો, ડ્રાઈવર ને સજા થશે તો વિવેક પાછો નથી આવવાનો પણ, જો સજા થશે તો એના આપણા વિવેક જેવડા જ છોકરાઓ પણ રખડી પડશે. અને આમ પણ વિવેક કોઈ ને દુઃખી જોઈ ન શકતો, તો જો તમે ડ્રાઈવર ને છોડી દો તો કદાચ એના આત્મા ને શાંતી મળી જાય.” આટલું તો એ માતા માંડ-માંડ બોલી શકી.
આજના સમયમાં જ્યારે કોઈ પણ બીજાનું વિચારવા ની જગ્યા એ પોતાનું વિચારે છે, એવામાં અમુક માણસો આવા પણ હોય છે.
તમને આ સ્ટોરી કેવી લાગી? કમેંટમાં અચુક જણાવજો અને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો.