શાસ્ત્રીજીએ હા પાડતા મંગુબેન ખુશ થઈ ગયા. અને પોતાના કામમાં લાગી ગયા સાંજે કથા પૂર્ણ થતા મંગુબેન તો પહોંચી ગયા શસ્ત્રીજી પાસે અને વાયદા પ્રમાણે શાસ્ત્રીજી પણ મંગુબેન ના ઘરે પ્રસાદ લેવા ચાલવા માંડ્યા રસ્તા માં નદી આવી તેમાં પાણી પણ સારું એવું હતું. આ જોઈ શાસ્ત્રીજી તો ગભરાઈ ગયા પરંતુ તેઓ કંઈ પ્રતિક્રિયા આપે તે પહેલા મંગુબેને તો કપડાં સરખા કરીને શાસ્ત્રીજીનો હાથ પકડીને નદી માં છલાંગ લગાવી દીધી.
અને જોર જોરથી ગાયત્રીમંત્ર બોલવા માંડયા થોડી ક્ષણો માં મંગુબેન શસ્ત્રીજી ને લઇ ને સામા કાંઠે પહોંચી ગયા.
શાસ્ત્રીજી પણ ગભરાઈ ગયા હતા. અને મંગુબેન ઉપર ગુસ્સે થઈને બોલ્યા… અરે મૂર્ખ બાઈ આ શું પાગલપન છે. આ નદીમાં આટલું બધું પાણી છે, જેમાં ડુબી જાય તો શુ થાય ત્યારે મંગુબેને બહુ જ સ્વસ્થતા પૂર્વક કહ્યું કે શાસ્ત્રીજી તમે ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું ત્યારથી હું ગાયત્રી મંત્ર ના પાઠ કરતા કરતા આમ જ નદી પાર કરું છું.
શાસ્ત્રીજીએ કીધું આનો મતલબ શું? મંગુબેને બહુ જ સહજતા થી કીધું કે તમે જ તો કીધું હતું કે ગાયત્રી મંત્રનો પાઠ કરવા થી ભવસાગર પાર થઇ જાય છે. તો મારે તો નદી જ પાર કરવાની હતી. અને આ સાત દિવસ આવી રીતે નદી પાર કરી ને મેં પૈસા બચાવ્યા તેથી જ તો આપના માટે પ્રસાદી ની વ્યવસ્થા કરી છે.
ત્યારે શાસ્ત્રીજી મંગુબેનના પગે પડી ગયા અને કહ્યું કે અમે તો કથા કરીએ અને માણસોને સમજાવીએ કે ભગવાનનું નામ લેવું પરંતુ તમારા જેવા ભોળા માણસો ના ભજન માં ભગવાન ને પણ સાક્ષાત હાજર રહેવું પડે છે.
મંગુબેનનો ભાવ જોઈ શાસ્ત્રીજીની આખોમાં પણ આંસુ આવી ગયા હતા. અને કહ્યું કે ધન્ય છે શાસ્ત્રીજી બીજી વાર મંગુબેન ના પગે પડી ગયા મંગુબેન ને કઈ સમજાતું જ નહોતું કે આ બધું શું થઇ રહ્યું છે ત્યાં જ શાસ્ત્રીજી બોલ્યા ચલો માં હવે ભૂખ લાગી છે ભોજન કરાવો ને…
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.