અને થડ ને કહે છે કે કદાચ તમે મને નહિ ઓળખી શકો પણ હું તમને સારી રીતે ઓળખું છું હું એ જ છોકરો છું જે તમારી પાસે વારંવાર આવતો અને તમારી મદદ માંગતો અને તમે મને દરેક સમયે મદદ કરી અને તમારું અસ્તિત્વ મિટાવી દીધું.
ત્યારે આંબા ના ઝાડ ના થડ એ કહ્યું કે હવે હું તમને કશું મદદ કરી શકું તેમ નથી કારણ કે હવે મારી પાસે કઈ જ નથી જે તમને આપી શકું.
ત્યારે એ વૃદ્ધ વ્યક્તિ એ કહ્યું કે આજે હું તમારી પાસે થી કઈ લેવા માટે નથી આવ્યો પણ આજે મારે તમારી સાથે મન ભરી ને વાતો કરવી છે આટલું બોલતા જ તે ઝાડ ને બાથ ભરી અને રડવા લાગ્યા અને ઝાડ ના થડ માંથી ફરીને ડાળીઓ અંકુરિત થવા લાગી.
આ કહાની માં રહેલા આંબા નું ઝાડ તે કોઈ ઝાડ ની વાત નથી પણ તે ઝાડ તે આપણા માતા પિતા છે જયારે આપણે નાના હતા ત્યારે તેની સાથે રમવું સારું લાગતું હતું જેમ જેમ આપણે મોટા થયા તેમ તેમ માતા પિતા થી થોડા દૂર થતા ગયા જયારે કઈ જરૂર પડે ત્યારે જ આપણે તેની પાસે જતા હોય છીએ.
આજે પણ કેટલાય માતા પિતા ઝાડના થડ ની જેમ જ તેના બાળકો ની રાહ જોઈ રહ્યા છે. ત્યાં જઈને તેને ભેટી ને ગળે લગાવી લો. અને પછી આપ જોઈ શકશો કે વૃદ્ધાવસ્થા ના જીવન માં ફરી ને આનંદ ની ડાળીઓ કેવી રીતે અંકુરિત થાય છે.
આ સ્ટોરી ના વધુ માં વધુ લોકો સાથે શેર કરશો લખો લોકો માંથી એક બે સંતાનો પણ સાચા રસ્તા પર આવી અને પોતાના માતા પિતા ને ગળે લગાવી લે તો લખવાવાળા અને વાંચવા વાળા બંને નું કર્યું સાર્થક થઈ જાય.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.