તેની વાત પણ કિશોરભાઈએ સાંભળી પરંતુ સમસ્યા હજુ અકબંધ હતી, કિશોરભાઈ મનમાં એ જ વિચારી રહ્યા હતાં કે મોટી વહુ ને શું આપું?
અને કિશોર ભાઈ આ વિચારી રહ્યા હતા એ કદાચ મોટી વહુ ને ખબર પડી ગઈ… એટલે જ તેને કિશોરભાઇ ને કહ્યું પપ્પા કદાચ તમે મારા વિશે વિચારી રહ્યા હોય તેવું લાગે છે. પણ હું એક વાત કહેવા માગું છું, તમે ચાંદીનો કંદોરો સ્નેહાને તેમજ ઘડિયાળ નેહાને આપી દો. અને મમ્મી પણ એ જ ઇચ્છતા હતા ને.
કિશોરભાઈ એ કહ્યું, એ તો ઠીક છે બેટા પરંતુ હું તને શું આપું? એ મારી સમજમાં નથી આવી રહ્યું.
મોટી વહુ એ જવાબ આપતા કહ્યું તમારી પાસે હજુ એક અનમોલ વસ્તુ છે. અને મમ્મીએ મને જ આપવા માંગતા હતા.
બધા આશ્ચર્ય ચકિત રહી ગયા કે હજુ કંઇક કીમતી વસ્તુ છે, બીજી બંને વહુઓ પણ અચરજ પામી કે હવે વળી ગયો નવો ખજાનો ખુલશે?
એવામાં મોટી વહુ ખુલાસો કરતાં કહ્યું અને એ સૌથી અનમોલ વસ્તુ બીજું કંઈ નહીં પરંતુ તમે પોતે જ છો પપ્પા. ગઈ દિવાળીએ અમે બધા અત્યારે રોકાવા આવ્યા હતા ત્યારે મમ્મીએ મને એ જ કહ્યું હતું કે મારા પછી પપ્પા ની સાર સંભાળ તારે જ કરવાની છે. એટલે હું તમને એટલું જ કહેવા માંગું છું કે તમે મમ્મીની ઈચ્છાનું પાલન કરો અને હવે અમારી સાથે રહેવા ચાલો.
કિશોરભાઈ ના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે કદાચ આ વસ્તુઓ ને લઈને ઝઘડો તો નહીં થાય ને? પરંતુ મોટી વહુ ની સમજદારી ના કારણે વાત તરત જ પૂર્ણ થઈ ગઈ.
ભગવાન આવી વહુ બધાને આપે. તમને આ સ્ટોરી કેવી લાગી? તે કમેન્ટમાં અચૂક જણાવજો અને આ સ્ટોરી ને બીજા લોકો સુધી પહોંચાડવા માટે શેર કરજો.
આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…