તે લોકોના ચહેરા પર સુખ અથવા દુઃખ કોઈ જ આ પ્રકારની લાગણી ન હતી, ત્યાર પછી સ્વામીજી એ લોકોને મળવા ગયા જે લોકોના ચહેરા પર કામ કરતી વખતે પણ ખુશી હતી. આવા લોકોને પણ સ્વામીજીએ એ જ સવાલ પૂછ્યો તો પેલા લોકોએ ચહેરા પર સ્મિત સાથે જવાબ આપ્યો અરે મહારાજ, અમને તો આ દેશની મોટામાં મોટી સેવા કરવાનો મોકો મળ્યો છે. આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરી રહેલું આ સ્મારક બન્યું છે, સ્મારક બની જાય પછી ભવિષ્યમાં લાખો ની સંખ્યામાં લોકો આ સ્મારકની મુલાકાત લેવા આવશે અને આપણી ભવ્ય સંસ્કૃતિ નો પરિચય પ્રાપ્ત કરશે. અમે તો ખરેખર અમારી જાતને નસીબદાર માનીએ છીએ કે ભગવાને આવા વિશાળ કામ નો અમને પણ હિસ્સો બનાવ્યા.
સ્વામીજીએ બધા લોકોના જવાબ સાંભળ્યા અને તરત જ તેમને સમજાઈ ગયું કે એક સરખું કામ અને એક સરખો જ પગાર એટલે કે એકસરખું વેતન હોવા છતાં લોકોની તેઓના કામ પ્રત્યેની વિચારસરણી જ લોકોને ખુશી અથવા દુઃખ આપતી હોય છે.
આપણા સુખ કે દુઃખ માટે આપણું કામ જ જવાબદાર હોય એવું નથી હોતું, કામ કરતાં પણ વધારે આપણો એક કામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે તે વધારે જવાબદાર હોય છે.
આપણા જીવનમાં કોઈ પણ કામ હોય એ પછી સ્ટડી હોય, વેપાર ધંધા નું હોય કે પછી નોકરીનું હોય પરંતુ અહીં વાતમાં જણાવવામાં આવેલ આજે ત્રીજા પ્રકારના લોકો જેવો આપણો પણ અભિગમ હશે તો તમને કામ કરવાની મજા ન આવે એવું ક્યારે બનશે નહીં. ખરું ને?
જો આ થોડી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.