શું તે ત્રીજા ગધેડા પાસે આગળ ચાલવા માટે રસ્તો નહોતો?
શું તેની જ સામે પેલા માણસે બંને ગધેડા ને છોડ્યા તો તે બે ગધેડાઓ નું ઉદાહરણ હતું નહિ?
શું તે ત્રીજા ગધેડા માં ચાલવાની શક્તિ જ નહોતી?
શું તેની પાસે જરા પણ સપોર્ટ નહોતો? અરે સપોર્ટ ખૂબ જ હતો, એનો માલિક ગધેડો ચાલવા લાગે એટલા માટે રીતસર બાજુમાં જઈને ધક્કા મારતો હતો.
તેની પાસે બધું જ હતું તેમ છતાં તેને ચાલવાથી કોણ રોકી રહ્યું હતું અથવા તો શું રોકી રહ્યું હતું?
હકીકતમાં મિત્રો આપણી સાથે પણ હંમેશા જીવનમાં એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે. આપણે આપણી કલ્પનામાં સાવ ખોટી શરમ, સંકોચ અને અત્યંત નાની મનોવૃત્તિ ના કાલ્પનિક દોરડાથી બંધાઈ ચૂક્યા હોઈએ છીએ.
મને શરમ આવે છે, સંકોચ થાય છે, મને ક્યારેય તક નથી મળતી, મને કોઈનો સપોર્ટ જરા પણ મળતો નથી, મારે શું કરવું તેનો રસ્તો/માર્ગ નથી મળતો.
મારાથી આ થઈ શકે તેમ નથી વગેરે વગેરે કેટલી કાલ્પનિક માન્યતાઓ સાથે આપણે જીવતા હોઈએ છીએ.
પરંતુ આ બધા આપણને ખોટે ખોટ બાંધી રાખેલા દોરડાઓ છે. આપણે આપણા મનમાં કલ્પના નો ઉપયોગ કરીને ઊભી કરેલી એવી બંધન વૃત્તિથી અલબત્ત છૂટવાની જરૂર છે.
એટલા માટે જ કહેવામાં આવે છે કે જેને ઊડવું છે તેને આકાશ મળી રહે છે. જેને ગાવુ છે તેને ગીત મળી રહે છે. અને મહત્વનું જેને ચાલવું છે તેને દિશા મળી જ રહે છે.
આથી બધી માન્યતાઓ માંથી મુક્ત થઈ જાઓ અને તમારી જાતને આઝાદ કરીને સફળતા તરફ વધુ એક કદમ અપનાઓ.
જો આ સ્ટોરી તમને પસંદ હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં સ્ટોરીને રેટિંગ પણ આપવાનું ચૂકતા નહીં.