સાંજે સસરા ઘરે આવ્યા ત્યારે સાસુ તો કોપાયમાન થઇ ને તેના રૂમમાં જ બેઠા હતા. અને મુંઝાઈ ને બેઠેલી વહુ ને જોઈ ત્યારે જ સમજી ગયા કે આજે કંઈક નવા જુની થઇ છે. અને તેની પત્ની પાસે જઈ ને પૂછે છે કે શું વાત છે?
ત્યારે તેની પત્ની ખૂબ જ ગુસ્સા માં બોલી આ બધા તમારી સંસ્કારી વહુ ના કરતૂત છે. એમ કહી ને બધી વાત કહી, સસરા સમજદાર હોવાથી વહુ પાસે જઈ ને શાંતિ થી કહ્યું કે આજે તમે એ સાધુ ને વાસી ભોજન જમો છો એમ કેમ કીધું?
ત્યારે વહુ એ જવાબ આપતા કહ્યું કે મને ના તો મારા માતાપિતા ના ઘરે કે આ ઘરે બધી જાત ના સુખ વૈભવ માં વીત્યા છે. પણ આ બધું આપણને મળે છે, પણ દુનિયા માં અનેક મનુષ્ય અને પ્રાણી છે, જેને પેટભરી ને ભોજન પણ નથી મળતું પહેરવા માટે કપડાં રહેવા માટે મકાન નથી મળ્યું, ભગવાન તો કોઈ ની સાથે ભેદ ભાવ કરતા નથી. એની નજર માં તો બધા એકસરખા જ છે. અને હું સમજુ છું કે આપણે જે ભોગવીએ છીએ. તે આપણા પૂર્વજન્મ ના પુણ્ય નું પરિણામ જ છે.
પૂર્વજન્મમાં કરેલા શુભ કર્મો થી આપણને આ બધું પ્રાપ્ત થયું છે, જે વાસી ભોજન છે. અને આ જન્મ માં તો આપણે કંઈ પુણ્ય કરતા નથી. અને આશા રાખીએ કે આવતા જન્મ માં પણ આપણને આ બધા સુખ સગવડ મળે એ અસંભવ વાત છે.
ત્યારે સસરા એ પૂછ્યું કે બેટા ભિક્ષા માંગવા નો મતલબ શુ થાય?
ત્યારે વહુ એ કહ્યું કે જેને જીવન માં શુભ કર્મ કરેલા નથી, અને જેવું પ્રારબ્ધ એવું પરિણામ મળી જાય. અને એને એમ જ સંતોષ રાખવો પડે, વહુ ની વાત સાંભળી ને સસરા અત્યંત પ્રભાવિત થયા.
અને તુરંત જ પોતાના ઘર ની સામે એક ગરીબ ભૂખ્યા લોકો માટે ભોજનશાળા ખોલાવી! અને ગરીબ લોકો અને સમાજ સેવા ના કામ માં લાગી ગયા અને સાસુને પણ આખરે તે વાત સમજાવી અને તેઓ પણ સેવાકાર્યમાં લાગી ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.