સુખી પરિવારની વહુએ ઘરની બહાર કહ્યું અમે વાસી ભોજન કરીએ છીએ, એટલે સાસુ તેને ખિજાયા સાંજે સસરાએ આવીને વહુને એવું કેમ બોલી તે પૂછ્યું તો વહુએ કહ્યું…
એક શેઠ ખૂબ ધર્મ પ્રેમી માણસ હતા, પૈસેથી પણ સુખી, એના ઘરે સાધુ સંતો આવતા અને પુરેપુરી શ્રદ્ધા થી આવકારતા અને સેવા કરતા આવવા વાળા સાધુ સંતો માટે રહેવાની જમવાની અને કપડાં ની વ્યવસ્થા કરતા.
ભગવાન ની દયા થી શેઠ પાસે નોકરચાકર મકાન ની પણ સગવડતા હતી, અને શેઠ એવું માનતા કે આ બધું સુખ સગવડતા તેના પૂર્વ જન્મ ના સારા કર્મો ના હિસાબે મળેલું છે.
અને આ જન્મ ના કરેલા શુભ કર્મો તેને આવતા જન્મમાં ભોગવવા મળશે આથી તે જરૂરિયાત વાળા કોઈ પણ વ્યક્તિ ની સેવા કરતા આ પૈસા પાત્ર શેઠ ને એક દીકરી હતી અને તેના માં પણ આ સંસ્કાર હતા.
દીકરી જુવાન થતા શેઠે તેના લગ્ન કરાવી નાખ્યા અને તે ઘર શેઠ ના ઘર જેટલું જ પૈસા વાળું હતું. પરંતુ તે ઘર માં શેઠ ના ઘર જેવી ધાર્મિક ભાવના નહોતી. એક દિવસ દીકરી તેની સાસુ પાસે બેઠાબેઠા વાતો કરી રહી હતી.
એવા માં દરવાજે એક ભીખ માંગવા વાળો સાધુ આવ્યો અને કહ્યું કે કઈ ખાવાનું મળશે? ત્યારે સાસુ એ વહુ ને કહ્યું કે તું જઈને સાધુ ને કહી દે કે અહીંયા કઈ નથી, આગળ જાઓ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વહુ એ તો સાધુ પાસે જઈ ને કહી દીધું કે અહીંયા કંઈ નથી તમે આગળ જાઓ. ત્યારે એ સાધુ એ કીધું કે તો તમે લોકો શું ખાઓ છો? ત્યારે વહુ એ કીધું કે અમે વાસી ભોજન ખાઈએ છીએ, ત્યારે સાધુ એ કહ્યું કે જયારે વાસી ભોજન ખતમ થઇ જશે પછી તમે શું જમશો?
ત્યારે વહુ એ જવાબ આપ્યો કે ત્યારે અમે પણ તમારી જેમ ભિક્ષા લેવા આમ તેમ ભટકીશું. વહુ નો યોગ્ય જવાબ સાંભળી ને સાધુ તો ત્યાં થી ચાલ્યા ગયા, પણ વહુ સાધુ સાથે આ વાત કરતી હતી ત્યારે સાસુ બધું સાંભળી રહી હતી.
વહુ દરવાજે થી અંદર આવતા ની સાથે જ સાસુ એ વહુ ને ખખડાવી નાખી, અને કહ્યું કે તું તારા બાપ ના ઘરે થી આવા સંસ્કાર લઇ ને આવી છો? આ ઘર માં સારા માં સારું ખાવા પીવા નું પહેરવા ઓઢવાનું મળે છે, એ બધું માણતી જાય છે અને અમને લોકો ને જ ખરાબ સાબિત કરે છે અને તને ક્યારે વાસી ખાવા નું મળ્યું છે?
આ ઘર માં આવ્યા પછી કે તું એ સાધુડા ની પાસે અમારી ખરાબ વાત કરે છે? અને સાસુ એકદમ ક્રોધ માં આવી ને વહુ ને જેમ તેમ બોલવા લાગ્યા વહુ સાસુ ને શાંત કરવા અને સમજાવવા માટે ખુબ પ્રયત્ન કર્યા પણ સાસુ વધારે ને વધારે ગરમી પકડતા ગયા. અને આખા ઘર ને જાણે ધમાલ મચાવી ને યુદ્ધનું મેદાન કરી નાખ્યું. અને પોતાના રૂમ માં ચાલી ગઈ, વહુ બિચારી મૂંઝાઈ અને છાની માની ઘર કામ કરવા લાગી.
સાંજે સસરા ઘરે આવ્યા ત્યારે સાસુ તો કોપાયમાન થઇ ને તેના રૂમમાં જ બેઠા હતા. અને મુંઝાઈ ને બેઠેલી વહુ ને જોઈ ત્યારે જ સમજી ગયા કે આજે કંઈક નવા જુની થઇ છે. અને તેની પત્ની પાસે જઈ ને પૂછે છે કે શું વાત છે?
ત્યારે તેની પત્ની ખૂબ જ ગુસ્સા માં બોલી આ બધા તમારી સંસ્કારી વહુ ના કરતૂત છે. એમ કહી ને બધી વાત કહી, સસરા સમજદાર હોવાથી વહુ પાસે જઈ ને શાંતિ થી કહ્યું કે આજે તમે એ સાધુ ને વાસી ભોજન જમો છો એમ કેમ કીધું?
ત્યારે વહુ એ જવાબ આપતા કહ્યું કે મને ના તો મારા માતાપિતા ના ઘરે કે આ ઘરે બધી જાત ના સુખ વૈભવ માં વીત્યા છે. પણ આ બધું આપણને મળે છે, પણ દુનિયા માં અનેક મનુષ્ય અને પ્રાણી છે, જેને પેટભરી ને ભોજન પણ નથી મળતું પહેરવા માટે કપડાં રહેવા માટે મકાન નથી મળ્યું, ભગવાન તો કોઈ ની સાથે ભેદ ભાવ કરતા નથી. એની નજર માં તો બધા એકસરખા જ છે. અને હું સમજુ છું કે આપણે જે ભોગવીએ છીએ. તે આપણા પૂર્વજન્મ ના પુણ્ય નું પરિણામ જ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પૂર્વજન્મમાં કરેલા શુભ કર્મો થી આપણને આ બધું પ્રાપ્ત થયું છે, જે વાસી ભોજન છે. અને આ જન્મ માં તો આપણે કંઈ પુણ્ય કરતા નથી. અને આશા રાખીએ કે આવતા જન્મ માં પણ આપણને આ બધા સુખ સગવડ મળે એ અસંભવ વાત છે.
ત્યારે સસરા એ પૂછ્યું કે બેટા ભિક્ષા માંગવા નો મતલબ શુ થાય?
ત્યારે વહુ એ કહ્યું કે જેને જીવન માં શુભ કર્મ કરેલા નથી, અને જેવું પ્રારબ્ધ એવું પરિણામ મળી જાય. અને એને એમ જ સંતોષ રાખવો પડે, વહુ ની વાત સાંભળી ને સસરા અત્યંત પ્રભાવિત થયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તુરંત જ પોતાના ઘર ની સામે એક ગરીબ ભૂખ્યા લોકો માટે ભોજનશાળા ખોલાવી! અને ગરીબ લોકો અને સમાજ સેવા ના કામ માં લાગી ગયા અને સાસુને પણ આખરે તે વાત સમજાવી અને તેઓ પણ સેવાકાર્યમાં લાગી ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.