એક શેઠ ખૂબ ધર્મ પ્રેમી માણસ હતા, પૈસેથી પણ સુખી, એના ઘરે સાધુ સંતો આવતા અને પુરેપુરી શ્રદ્ધા થી આવકારતા અને સેવા કરતા આવવા વાળા સાધુ સંતો માટે રહેવાની જમવાની અને કપડાં ની વ્યવસ્થા કરતા.
ભગવાન ની દયા થી શેઠ પાસે નોકરચાકર મકાન ની પણ સગવડતા હતી, અને શેઠ એવું માનતા કે આ બધું સુખ સગવડતા તેના પૂર્વ જન્મ ના સારા કર્મો ના હિસાબે મળેલું છે.
અને આ જન્મ ના કરેલા શુભ કર્મો તેને આવતા જન્મમાં ભોગવવા મળશે આથી તે જરૂરિયાત વાળા કોઈ પણ વ્યક્તિ ની સેવા કરતા આ પૈસા પાત્ર શેઠ ને એક દીકરી હતી અને તેના માં પણ આ સંસ્કાર હતા.
દીકરી જુવાન થતા શેઠે તેના લગ્ન કરાવી નાખ્યા અને તે ઘર શેઠ ના ઘર જેટલું જ પૈસા વાળું હતું. પરંતુ તે ઘર માં શેઠ ના ઘર જેવી ધાર્મિક ભાવના નહોતી. એક દિવસ દીકરી તેની સાસુ પાસે બેઠાબેઠા વાતો કરી રહી હતી.
એવા માં દરવાજે એક ભીખ માંગવા વાળો સાધુ આવ્યો અને કહ્યું કે કઈ ખાવાનું મળશે? ત્યારે સાસુ એ વહુ ને કહ્યું કે તું જઈને સાધુ ને કહી દે કે અહીંયા કઈ નથી, આગળ જાઓ.
વહુ એ તો સાધુ પાસે જઈ ને કહી દીધું કે અહીંયા કંઈ નથી તમે આગળ જાઓ. ત્યારે એ સાધુ એ કીધું કે તો તમે લોકો શું ખાઓ છો? ત્યારે વહુ એ કીધું કે અમે વાસી ભોજન ખાઈએ છીએ, ત્યારે સાધુ એ કહ્યું કે જયારે વાસી ભોજન ખતમ થઇ જશે પછી તમે શું જમશો?
ત્યારે વહુ એ જવાબ આપ્યો કે ત્યારે અમે પણ તમારી જેમ ભિક્ષા લેવા આમ તેમ ભટકીશું. વહુ નો યોગ્ય જવાબ સાંભળી ને સાધુ તો ત્યાં થી ચાલ્યા ગયા, પણ વહુ સાધુ સાથે આ વાત કરતી હતી ત્યારે સાસુ બધું સાંભળી રહી હતી.
વહુ દરવાજે થી અંદર આવતા ની સાથે જ સાસુ એ વહુ ને ખખડાવી નાખી, અને કહ્યું કે તું તારા બાપ ના ઘરે થી આવા સંસ્કાર લઇ ને આવી છો? આ ઘર માં સારા માં સારું ખાવા પીવા નું પહેરવા ઓઢવાનું મળે છે, એ બધું માણતી જાય છે અને અમને લોકો ને જ ખરાબ સાબિત કરે છે અને તને ક્યારે વાસી ખાવા નું મળ્યું છે?
આ ઘર માં આવ્યા પછી કે તું એ સાધુડા ની પાસે અમારી ખરાબ વાત કરે છે? અને સાસુ એકદમ ક્રોધ માં આવી ને વહુ ને જેમ તેમ બોલવા લાગ્યા વહુ સાસુ ને શાંત કરવા અને સમજાવવા માટે ખુબ પ્રયત્ન કર્યા પણ સાસુ વધારે ને વધારે ગરમી પકડતા ગયા. અને આખા ઘર ને જાણે ધમાલ મચાવી ને યુદ્ધનું મેદાન કરી નાખ્યું. અને પોતાના રૂમ માં ચાલી ગઈ, વહુ બિચારી મૂંઝાઈ અને છાની માની ઘર કામ કરવા લાગી.