લગ્ન કરવા એ જિંદગી નો સૌથી મોટો નિર્ણય છે. આને બહુ સમજી-વિચારીને લેવો જોઈએ. કારણકે સમજ્યા વગર કરેલા કામ માણસ ને તકલીફ આપે છે. તમે લગ્ન પહેલા તમારો સાથી કેવો છે કે કેવી છે તે નથી જાણતા તો તમારે જિંદગીભર પસ્તાવાનો વારો પણ આવી શકે છે. આનાથી તમને ઇમોશનલી, ફાઇનાન્સિયલી અને ફિઝિકલી ટોર્ચર્ડ ફીલ થાય છે. કારણ કે છૂટાછેડા એ બ્રેક-અપ જેટલા આસાન નથી હોતા. તેમને ખબર હોવી જોઈએ કે તમે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તે તમારા લાયક છે કે નહીં? આવી મહિલાઓ સાથે ન કરવા જોઈએ લગ્ન
સદંતર ખોટું બોલવાવાળી
જો કોઈપણ તમારી સાથે વાત-વાતમાં જુઠ્ઠું બોલે છે અથવા પછી વાતનું બતંગડ કરે છે. તો આવી છોકરીઓ સાથે લગ્ન કરતાં પહેલા દસ વખત વિચારવું જોઈએ. કારણકે એની સાથે સંબંધ જોડીએ એટલે જુઠ્ઠાણા નો હાથ પકડવા જેવું થાય. આવી મહિલાઓ એની વાત સાચી પડાવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.
પૈસાની પાછળ ભાગવા વાળી
પૈસા કમાવા એ ખરાબ બાબત નથી, પરંતુ પૈસાની પાછળ પડી જવું એ સારી આદત નથી. છોકરીઓ ઘણી ઈમોશનલ હોય છે. એને નાની મોટી ગિફ્ટ અને સરપ્રાઇઝ આપો તો ઘણું ગમે છે. જો તમારી ગર્લફ્રેન્ડ કાયમ માટે ગીફ્ટ્સ, શોપિંગ અને બહાર ફરવા જવાની જ વાત કરતી રહેતી હોય. અને જ્યારે તમારે જરુર હોય ત્યારે કઈ પણ બહાના બનાવે તો આવી મહિલાઓથી દૂર રહેવું જ સારું. કારણકે આવી મહિલાઓ ખાલી પૈસા માટે જ તમારી સાથે હોય છે અને ગમે ત્યારે તમને દગો દઈ શકે છે.
ઈજ્જત ન કરવાવાળી મહિલાઓ
દરેક માણસ એવું ઈચ્છે છે કે તેની પત્ની પોતાની ઈજ્જત કરે, પરિવારની ઈજ્જત કરે અને મોટાઓને માનથી બોલાવે. આથી લગ્ન કરવા પહેલાં આ તપાસી લેવું ખુબ જરૂરી છે. જો ગર્લફ્રેન્ડ હોય તો આવી રીતે પણ કરી શકો છો ચેક, તમારી ગર્લફ્રેન્ડને તમે બહાર રેસ્ટોરાંમાં લઈ જાઓ. અને જુઓ કે તે ત્યાંના વેઈટરો સાથે કઈ રીતે પેશ આવે છે. જો તેનું વર્તન ઈજ્જત વગરનું હોય તો આવી મહિલાઓ લગ્ન કરવા લાયક નથી.
શક કરવાવાળી
અમુક મહિલાઓ ને શક કરવાની ખુબ આદત હોય છે. પરંતુ અમુક હદ પછી તે જોખમકારક છે, આવી મહિલાઓ તમારી નાની-નાની વાતને પણ મોટું બતંગડ બનાવી દે છે. જેનાથી તમારી વચ્ચે ઝઘડાઓ વધતા જાય છે. અને તમે હંમેશા સ્ટ્રેસમાં જ રહો છો. અને આવી મહિલાઓ દરેક સમયે તમારી પાછળ જાસૂસ બની ને ફરતી હોય છે. આવી મહિલાઓ થી તમે વિશ્વાસની આશા પણ કરી શકતા નથી આથી આવી મહિલાઓથી ચેતીને રહેજો!
કડવું બોલવાવાળી
અમુક મહિલાઓ કારણ વિના તમારી પર ગુસ્સે થઈ જાય છે. અને જે મજાક ને પણ સીરીયસલી લઈ લે છે. આવી મહિલાઓ સાથે લગ્ન કરવા હીતાવહ નથી.