ગામડે જઈને પણ તે વધારે જીવી ન શક્યા, અથવા એમ કહો કે પરિવારથી અલગ થવાનો આકાર તો જીરવી ન શક્યા તો પણ ચાલે પરંતુ થોડા જ મહિનાઓમાં તેનું દેહાંત થઈ ગયું.
ત્યારે દીકરો ખુબ રડ્યો હતો કે કદાચ તે માતા ને રોકી શક્યો હોત તો આ ન બનવાનું ન બન્યું હોત, પરંતુ હવે પસ્તાવા સિવાય કોઈ ઈલાજ નહોતો. માતા ના ગયા પછી દીકરાની તબિયત પણ જાણે એક પછી એક દિવસે બગડવા લાગી, કોઈ ઈલાજ કામ ન કરે, અંતે થોડા જ સમય પછી તેનું પણ અવસાન થઈ ગયું.
આ બાજુ તેનો દીકરો રાહીલ પણ મોટો થઈ ગયો હતો. તેના લગ્ન કરાવવમાં આવ્યા અને ઘરમાં નવી વહુ નું આગમન થયું. રાહીલ નોકરી કરતો હતો અને તેની વહુ પણ ગ્રેજ્યુએટ હતી.
રાહીલ ના સસરા નો ધંધો સારો હતો અને રાહીલ થોડા સમય પછી નોકરી છોડીને તેના સસરા સાથે વેપાર સંભાળવા લાગ્યો અને ધીરે ધીરે તેની વહુ પણ બધી મિલ્કત પોતાના નામે કરતી ગઈ, અને થોડા જ સમયમાં અચાનક તેની માતાને વૃદ્ધાશ્રમ નો રસ્તો બતાવી દીધો.
અને દુઃખની વાત એ હતી કે સવિતા બેનનો દીકરો બધું જાણતો હોવા છતાં તે પણ તેની પત્નીની સાથે હતો કારણ કે તેને પોતાની માતાને આમ જ વર્તન કરતા જોયું હતું!
સવિતા બેન જયારે વૃદ્ધાશ્રમ પહોંચ્યા ત્યારે ભાન થયું કે બાવળ જ વાવ્યા હોય તો પછી તેની ઉપર કેરી થોડી ઉગી શકે. આમ વિચારીને તે પસ્તાવાની આગ માં જીવતા રહ્યા અને પોતાના દિવંગત સાસુ, પતિની માફી માંગતા રહી ગયા.
આપણે જે કરીએ છીએ તેનું પરિણામ આપણને ચોક્કસપણે મળે છે. જો આપણે કોઈનું સારું કરીએ તો આપણને સારું પાછું મળશે. અને જો આપણે કોઈનું ખરાબ કરીશું, તો આપણને ખરાબ પાછું મળશે. કર્મ કોઈને છોડતો નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.