અને ઝાડ ને સ્પર્શ કરી અને સહી સલામત બસ માં આવી અને બેસી ગયો અને હવે એક પછી એક મુસાફર નો નંબર આવતો ગયો બધા એકદમ ગભરાઈ ને જતા હતા.
અને પાછા બસ માં આવતા ત્યારે એકદમ આનંદ માં આવી અને બેસી જતા હતા હવે છેલ્લે એક માણસ જે થોડો પાગલ જેવો હતો તેનો નંબર આવ્યો.
અને તે નીચે ઉતરી અને ઝાડ પાસે જાય છે ત્યાંજ એક મોટો વીજળી નો ચમકારો થયો અને આખી બસ તેની ચપેટ માં આવી ગઈ અને આખી બસ અને અંદર બેઠેલા બધા મુસાફરો મરણ ને શરણ થયા.
આ ઘટના થી એક વાત તો માનવી જ પડે કે એક વ્યક્તિ ના કારણે બસમાં બેઠેલા બધા મુસાફરોનો જીવ સહી સલામત હતો આપણા જીવનનું પણ એવું જ છે.
ઘણી વાર આપણે આપણને મળેલી સફળતા ની પાઘડી આપણે આપણા માથા પાર જ બાંધી લેતા હોય છે પરંતુ આપણા પરિવાર માં રહેલી દરેક વ્યક્તિ ના કર્મ અને કિસ્મત સાથે સાથે રહેતા હોય છે.
અને તેમાંથી એક વ્યક્તિ ના કારણે વર્તમાન ખુશી સન્માન પ્રેમ પ્રસિદ્ધિ અને આર્થિક સહાયતા મળી રહેતી હોય છે અને આપણને નુકશાન માંથી પણ બચાવી રહેતા હોય છે