જાણે કોઈ રોગ હોય તેમ બધું ફેલાઈ રહ્યું છે. નોકરી કરનારા છોકરા ને છોકરી નોકરી કરવા વાળી જ જોઈએ છે.
જમવાનું તો હોટલમાંથી મંગાવી લઈશું કે પછી ઘરમાં કૂક રખાવી દઈશું, બસ આ બધા ઘણા કારણોને લીધે જ આજકાલના ઝઘડાઓ મોટા થઈ રહ્યા છે.
એકબીજા પર હક કે અધિકાર જેવું તો કશું રહ્યું નથી, અને સહનશીલતા બિલકુલ પણ દેખાતી નથી. અંતે કશું કામ ન કરે ત્યારે ડિવોર્સ નો રસ્તો બધાને દેખાઈ આવે છે.
ઘર પરિવાર ઝૂકીને ચાલે છે, અકડીને નહીં. જીવનમાં જીવવા માટે રોટી કપડા અને મકાનની જરૂરત છે. અને સૌથી વધારે જરૂરત અંગત તાલમેલ અને પ્રેમની છે પરંતુ…
આજકાલ માણસોને મોટું ઘર ગાડી બંગલા જોઈએ છે, ભલે પછી ઘરની માલિકની જગ્યાએ ઘરની નોકર બનીને કેમ ન રહેવું પડે.
આજકાલ બધા ઘરોમાં લગભગ બધી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, જેમ કે કપડાં ધોવા માટે વોશિંગ મશીન, મિક્સર, પાણી ભરવા માટે મોટર, મનોરંજન માટે ટીવી કોમ્પ્યુટર, વાત કરવા માટે મોબાઈલ, પરંતુ માણસોને આટલામાં પણ સંતોષ થતો નથી.
પહેલાના જમાનામાં આવી કોઈ સુવિધા નહોતી ત્યારે મનોરંજન નું સાધન ઘરકામ હતું અને સાથે પરિવાર હતો. કદાચ એટલા માટે પણ આજના લોકો જે વિચારી રહ્યા છે તેવી વાતો એ લોકો ક્યારેય વિચારતા જ નહીં.
જ્યારે પણ સાંભળવા મળે કે ઘરકામમાંથી નવરા જ નથી થતા ત્યારે એટલું જ યાદ આવે કે પહેલી વખત સાસરુ હોય કે કોલેજ લગભગ બરાબર જેવું લાગે છે. થોડી ઘણી રેગિંગ થાય તો પણ સહન કરી લો.
આજે કોલેજમાં જુનિયર છો તો આવતીકાલે સિનિયર બનશો એવી રીતે સાસરીમાં આજે વહુ છે તો આવતીકાલે તે પણ સાસુ બનશે.
સમય થાય એટલે લગ્ન કરી લો સ્વભાવમાં સહનશીલતા જરૂરી છે. પરિવારમાં રહેલા બધા નાના-મોટા નું સન્માન કરો. અને આ કરેલું સન્માન તમને વ્યાજ સહિત પાછું મળશે.
પોતાનામાં રહેવાવાળા ન બનો દરેકના જીવનમાં ઉતાર ચઢાવવા આવે છે. થોડું વિચારો સમજો પછી નિર્ણય લો. અને ખૂબ જ સારું છે નિર્ણય લેતા પહેલા વડીલની સલાહ લેવાનું વડીલ ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો.. ખરેખર વિચારવા જેવું છે કે આપણે ક્યાંથી ક્યાં આવી ગયા છીએ.
આ લેખ વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. અને જો આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સાથે શેર કરજો.