શીતલ ના સાસુ ને કહ્યું, બેટા મારે બજારમાં થોડું કામ બાકી રહી ગયું છે, હું એક કલાકમાં આવું છું ત્યાં સુધીમાં આ બેગ ને મારા રૂમમાં મુકાવી દેજે. શીતલ એ બેગને રૂમ માં મુકાવી દીધી.
અભય પણ ત્યાં જ હતો આ વાત સાંભળી એટલે તરત જ તેની મમ્મી પર ગુસ્સે થઈ ગયો, મમ્મી હવે તમારે શું કામ બાકી રહી ગયું છે, બસ ફાલતું ના ખર્ચા કરી રહ્યા છો…
અભયના પિતાએ અભયની વાતને અધુરી રાખતા કહ્યું… “અરે તું નહીં સમજે દીકરા, થોડા ઘરેણા લેવાના બાકી રહી ગયા છે. દીકરીનું માં સાસરીમાં જળવાઈ રહે એટલા માટે આ બધું કરવું પડે છે, ચાલ હવે ડ્રાઈવરને કહી દે બહાર આવે…” આ બધું શીતલ સાંભળી ગઈ, દીકરીના માન સન્માનની વાત કદાચ એમને એમ જ કહી હતી પરંતુ શીતલને વાત ખુંચી ગઈ, આજ વાત તેના મનમાંથી નીકળવાનું નામ ન લેતી હતી. બીજા દિવસે ઘરમાં પ્રસંગ હોવા છતાં તે આખી રાત જાગતી રહી અને તેના આંખમાંથી આસુ રોકાવાનું નામ ન લઈ રહ્યાં હતા.
સવાર પડી એટલે બધા લોકો ભેગા થયા અને શીતલ ની નણંદને કયો સામાન પોતાની સાથે લઈ જવાનો છે તે દેખાડી રહ્યા હતા, જેમાં સાડી, કપડા, ઘરેણા વગેરે બધું હતું… એટલામાં જ ફઈ એ કહ્યું અરે ભાભી, તમે તો કહી રહ્યા હતા કે સાંજે વહુ ના ઘરેથી કંઈ આવવાનું છે? શું હજુ સુધી નથી આવ્યું?
શીતલ ની સાસુએ કહ્યું અરે હા એ તો ગઈ કાલે જ આવી ગયું હું તમને જાણ કરતા ભૂલી ગઈ, શીતલ બેટા મારા રૂમમાં થી પેલી બેગ લઈ આવે તો…
શીતલ બેગ લઈને બહાર આવી અને સાસુને બેગ આપી, તે બેગને ખોલી તો અંદર જે પડ્યું હતું તે જોઈને શીતલ આશ્ચર્યચકિત થઈ ગઈ. બેગમાં ઘણી બધી ભારે સાડીઓ પડી હતી, ૧૧ જેટલા મીઠાઈના બોક્સ પડ્યા હતા, તેની નણંદ માટે સોનાની ચેન અને નાની મોટી બીજી અનેક ભેટ-સોગાદો બેગમાં પડી હતી.
શીતલ તો આશ્ચર્યમાં પડી ગઈ કે આ તેનો ભાઈ લઈને આવ્યો એ જ બેગ છે કે પછી બીજી? પછી અચાનક તેને યાદ આવ્યું કે ગઈકાલે તેના સાસુ અને સસરાં અચાનક બજારમાં ગયા હતા તે આ લેવા માટે જ ગયા હશે.
તે ભાગતી ભાગતી તરત જ તેનાં સસરાં પાસે ગઈ, આજુ બાજુમાં કોઈ ન હતું એટલે તેને તેનાં સસરાં ને પુછ્યું કે પપ્પા, તમે તો એમ કહ્યું હતું કે તમે નણંદ માટે લેવા જાઓ છો? પણ હકિકતમાં મારા માટે લેવા ગયાં હતાં ને?
તેના સસરાં એ ગળું ચોખ્ખું કરીને શિતલને કહ્યું, બેટા તે સાંભળવામાં ભૂલ કરી, મે દિકરીના માનની વાત કરી હતી, પરંતુ કઈ દિકરી એ તો જણાવ્યું જ નહોતું! તું પણ દિકરી જ છો ને!
શિતલ તેનાં સસરાંની આ વાત સાંભળીને પોતાના આંખમાંથી આંસુ રોકી ન શકી… તેના મુખેથી ફક્ત એક જ શબ્દ નિકળ્યો, “પપ્પા!”
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને આ સ્ટોરીને કમેંટમાં રેટીંગ પણ આપજો!