એવી પણ માન્યતા ઓ છે કે આ દિવસે વાળ ન કપાવવા જોઈએ તેમજ શરીરમાં નખ પણ ન કાપવા જોઈએ કારણકે માન્યતા પ્રમાણે આવું કરવાથી સની આપણી આર્થિક પ્રગતિ માં અડચણ બની શકે છે.
આ દિવસે ઘરમાં તેલ પણ ન લાવવું જોઈએ તેમજ તેલની શરીર પર માલિશ પણ ન કરવી જોઈએ આ સિવાય શનિવારે શનિદેવને કાળા તલ વાળું તેલ ચઢાવવાથી લાભ થાય છે.
ઘણા લોકો જાણતા હશો કે શનિદેવને ગરીબો ના રક્ષક પણ કહેવામાં આવે છે એટલે કે ગરીબો તેમજ અસહ્ય લોકોને મુશ્કેલીમાં નાખનારા તેઓને પરેશાન કરવા વાળા કે તેઓનું અપમાન કરવા વાળા લોકો શનિદેવની નજરમાં દંડને પાત્ર બની જાય છે એટલા માટે આ કામ કરવાથી હંમેશા બચવું જોઈએ.
એક માન્યતા પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે કાચ નો સામાન ખરીદવો વર્જિત માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે બજારમાંથી કાચની વસ્તુઓ ખરીદીને ઘરે લાવી જોઈએ નહીં.
આ દિવસે પવિત્ર છોડો જેવા કે તુલસી, પીપળો વગેરેના પાન ક્યારેય તોડવા જોઈએ નહીં. કારણ કે આવું કરવાથી શનિનો પ્રકોપ લાગી શકે છે.
આ દિવસે ઘણાં લોકોની માન્યતા પ્રમાણે અમુક નવી વસ્તુઓ જેવી કે નવા કપડા તેમજ નવા ચંપલ કે જૂતા ન ખરીદવા જોઈએ. કારણકે આવી નવી વસ્તુઓ ખરીદીને ઘરે લઈને આવવું તે આ દિવસે શુભ માનવામાં આવતું નથી.