સાવરણી ને લક્ષ્મી નું સ્વરૂપ કેમ કહેવામાં આવે છે ???સાવરણી ને એટલા માટે લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે તેને માતા લક્ષ્મી નું વરદાન મળ્યું છે સાવરણી ને આપણા ઘર માં મહત્વ નું સ્થાન મળેલું છે આજે આપણે તેના વિશે થોડી જાણકારી મેળવીશું
ઘરની કોઈ વ્યક્તિ બહાર જઈ રહી હોય ત્યારે તેની પાછળ સાવરણી થી સફાઈ કરવી જોઈએ નહિ
સાવરણી ને ઘર માં છુપાવી ને રાખવી જોઈએ અને તેના પર બહાર થી આવનાર વ્યક્તિ ની નજરે પડવી જોઈએ નહિ
સાવરણીને ક્યારેય પગ લગાડવો નહિ અને ક્યારેય સીધી કે ઉલટી ઉભી રાખવી નહિ
સાવરણી ને લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે જેથી ક્યારેય ભૂલ થી પગ લાગી જાય તો પ્રણામ કરી ને વ્યવસ્થિત ઠેકાણે રાખવી
તૂટેલી સાવરણી કે જૂની થઇ ને અસ્તવ્યસ્ત થયેલી હાલતમાં હોય તેનો ઘર માં ઉપયોગ કરવો નહિ તેના થી ઘર ના સભ્યો ના ધંધા રોજગાર માં પ્રગતિ અટકી જાય છે
નવી સવારની નો ઉપયોગ ની શરૂઆત શનિવાર થી જ કરવો જોઈએ
ઘરના મુખ્ય દ્વારની સામે કે છત ની ઉપર ક્યારેય સાવરણી રાખવી જોઈએ નહિ
રસોઈઘર માં ક્યારેય સાવરણી રાખવી નહિ તેનાથી ઘર માં દરિદ્રતા નો પ્રવેશ થાય છે