ત્યારે જવાબ આપ્યો કે ના તમે જમી લો, હું ગરમ રોટલી ઉતારી દઉં છું. ત્યારે તેના પતિ એ કહ્યું કે મારે ગરમ રોટલી નથી જોઈતી. તું મારી સાથે જ જમવા બેસી જા. પતિનો પ્રેમ અને લાગણી જોઈને જાણે આખા દિવસનો થાક ઉતરી ગયો હોય તેવું લાગ્યું. જમવા નું શરુ કર્યું ત્યાં ઘરે આવતા સગા સંબંધી ના કટાક્ષ યાદ આવ્યા.
અને આંખ માંથી આસું નીકળવા માંડ્યા. ત્યારે પતિએ પૂછ્યું કે શું થયું તારી તબિયત તો ઠીક છે ને? પત્ની કઈ બોલો નહિ અને શાંતિ રાખી અને પતિ સાથે જમી લીધું. જમ્યા પછી પતિ એ ફરીથી પૂછ્યું કે તને શું થયું અને શા માટે રડવા લાગી હતી?
ત્યારે જવાબ આપ્યો કે સવાર ના છ વાગ્યા થી ઘર માં બધા નું કામ કરીએ. તેમ છતાં બપોરના ત્રણ ચાર વાગ્યે જમવા બેસી અને ગામના લોકો આવીને કહી જાય કે ઘર ના બૈરાંઓને તો મફત ના રોટલા તોડવાના હોય. અમે ભલે રૂપિયા કમાઈ ને ઘર માં નથી લાવતા. પણ એ રૂપિયા નો એકદમ ચોક્કસ હિસાબ રાખી ને ઘર તો ચલાવીએ છીએ.
ક્યાંય પણ એક રૂપિયો ખોટો ખર્ચ નથી કરતા. અને બધા ની મનગમતી રસોઈ બનાવીએ. ઘરના બધા કામ કરીએ તેમ છતાં ગામના લોકોને મફત ના રોટલા કેમ લગતા હશે.
અને આવું બોલવા વાળા ને એક દિવસ પણ પોતાનું બધું કામ જો જાતે કરવાનું આવે તો ધોળા દિવસે તારા દેખાઈ જાય.
દરેક ઘર માં સ્ત્રી સાસુ સસરા ની સેવા દીકરી બની ને પતિ ની અર્ધાંગિની પ્રેમિકા બનીને, પોતાના દિયર નણંદ ની માતા બનીને, અને બાળકો સાથે બાળક બની ને જે સેવા કરે છે. એ બધી ગૃહિણીઓ વંદન ને પાત્ર છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.