કિરણબેન રોજ સવાર ની જેમ આજે પણ સવારે 6 વાગ્યે જાગે છે. અને ભગવાન ની છબી સામે વંદન કરી ને તુરંત જ રસોડામાં જઈને પોતાના સાસુ સસરા માટે ચા બનાવે છે. અને સાસુ સસરા કે જે સવાર ના સાડા ચાર વાગ્યે જાગી જાય છે. બંને ની ઉમર ના હિસાબે હવે જાતે ચા પણ બનાવી શકે તેમ નથી.
તેથી કિરણબેન આવે ત્યાં સુધી તેને ચા ની રાહ જોતા હોય છે. અને કિરણબેન આખો દિવસ પ્રેમ થી સાસુ સસરા ની સેવા કરે છે. પછી પોતાના બાળકો ને જગાડી ને તૈયાર કરે છે. અને દૂધ અને નાસ્તો કરાવીને સ્કૂલ ની બસ માં મૂકી આવે ત્યાં તેના પતિ અને દિયર તેમજ નણંદ જાગ્યા હોય છે.
એટલે તેને તૈયાર થવામાં ટુવાલ કપડાં તૈયાર કરી અને તેનો ચા નાસ્તો તૈયાર કરે છે. અને સાથે સાથે બપોર ના ટિફિન ની તૈયારી પણ શરુ કરે છે. અને તૈયાર થઇ રહેલા પતિ પાસે જઈને પૂછી લે છે કે કોઈ વસ્તુ જોતી તો નથી ને? ત્યાર પછી રસોડા માં આવી અને ફરી પાછી કામે લાગી જાય છે.
તેના પતિ દિયર ચા નાસ્તો કરી ને ઓફિસ રવાના થાય છે. ત્યાં નણંદ આવી જાય અને તે પણ ચા નાસ્તો પતાવી ને કોલેજ જવા નીકળે છે. નણંદ ની સાથે પોતે પણ થોડો નાસ્તો કરે છે. અને કામ ની ભાગમ ભાગ ચાલુ થઇ જાય છે.
હવે બધા ના એંઠા વાસણ નો ઢગલો ભેગો કરી ને રસોડા માં લાવી ને સાફ કરવાનું ચાલુ કરે છે. અને સાથે બપોર ની રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે. એટલામાં દરવાજા ની બેલ વાગે છે. એટલે ત્યાં જઈને જુવે છે, તો તેના સાસુ સસરા ની તબિયત જોવા માટે ચાર પાંચ સગાઓ આવ્યા તેને બહુ જ પ્રેમ થી આવકાર આપી અને સાસુ સસરા ના રૂમ માં લઇ ગયા.
તેને પાણી આપી અને તેના માટે ચા નાસ્તો તૈયાર કર્યો. ઘડિયાળ માં નજર કરી તો બપોરના સાડા બાર વાગી ગયા. અને હજુ તો અડધી રસોઈ પણ બાકી હતી. અને હમણાં જ બાળકો સ્કૂલે થી આવશે અને ભૂખ્યા પણ થયા હશે.
એટલે બપોર નું જમવાનું બનાવવાનું કામ પહેલા હાથ માં લઇ ને ઉતાવળ થી રસોઈ બનાવવા લાગ્યા. રસોઈ તૈયાર કરી ને બહાર નજર કરી ત્યાં બાળકો સ્કૂલે થી આવી ગયા હતા. તેને જમાડી ને સાસુ સસરા ની પરેજી વાળી રસોઈ તૈયાર કરી. અને તેને પણ જમવા બેસાડી દીધા.
ત્યાં બપોર ના અઢી વાગી ચૂક્યા હતા. એટલે તેના પતિ અને દિયર જમવા માટે આવી ગયા. તેનું ભાણું તૈયાર કરી ને ને જમવા માટે બોલાવ્યા. જમવા બેસ્ટ પતિ એ પૂછ્યું કે તે જમી લીધું?