આપણામાંથી ઘણા એવા માણસો હશે જેને વારંવાર નાની વાતમાં ગુસ્સો આવી જતો હશે, આપણી આજુબાજુમાં આવા માણસોને દર વખતે આપણે જોતા હોઈએ છીએ. જેઓને નાની વાતમાં ગુસ્સો આવે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરી લેતા હોય છે.
પરંતુ હકીકતમાં તેઓને ખબર જ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે અને તેનું પરિણામ ત્યારે અથવા ભવિષ્યમાં કેટલું ખરાબ આવી શકે છે તેની કલ્પના પણ તેઓને હોતી નથી. ગુસ્સા કરવા વાળી વ્યક્તિ અંતે પોતાનું જ નુકસાન કરી રહ્યું હોય છે પરંતુ તે માત્ર સમય આવીએ ખબર પડે છે કે ગુસ્સો કરવાથી કેટલું અને ક્યાં નુકસાન થયું છે.
એક નવી દુકાનમાં ફર્નિચરનું કામ ચાલુ હતું અને રાત્રે તે દુકાન બંધ હતી ત્યારે તે દુકાનમાં એક સાપ આવી ગયો અને ત્યાં પડેલા મિસ્ત્રીના હથિયારમાં કરવત સાથે અથડાઈ ગયો અને તેને ઈજા થઈ, અંધારામાં ગભરાઈ ગયેલો સાપ ગુસ્સામાં આવી અને કરવતને પૂરી તાકાતથી ડંસ મારવા ગયો.
આવું કરવા ગયો એટલે તેને મોઢા ઉપર ગંભીર થઈ અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, તે વધુ ને વધુ ગુસ્સામાં આવી ગયો અને કરવતને ફરતો વીંટળાઈ ગયો અને કરવત પર ભીંસ લગાવવા લાગ્યો.આપને મનમાં એવું થતું હતું કે હું વીંટળાઈને ભીંસ મારીને તેને મોતને ઘાટ ઉતારી દઈશ.
પરંતુ બન્યું એકદમ ઉલટું, પહેલા તો સાપ ફક્ત મોઢા પાસેથી ઘાયલ થયો હતો હવે તેના આખા શરીરમાંથી લોહી વહેવા લાગી અને પોતાના ગુસ્સાના કારણે તે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યો. બીજા દિવસે દુકાનદારે જ્યારે દુકાન ખોલી ત્યારે તેને જોયું કે ત્યાં એક સાપ મરેલો પડ્યો છે.