સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ઘરની શું જરુર છે, આ વેંચી નાખો… તો પતિએ પત્નીને જવાબમાં એવું કહ્યું…

ચર્ચા થોડી ઉગ્ર બની ગઈ હોવાથી આ બધી વાતચીત દીવાલની પહેલી બાજુ રૂમમાં રહેલા સુનીતાબેન ને સંભળાઈ રહી હતી,. આંસુ તેની આંખોમાંથી ચમકી રહ્યા હતા, પરંતુ ચહેરા પર ખુશીની ઝલક હતી. દીકરાએ કહેલા શબ્દને કારણે તેનું દિલ ભરાઈ આવ્યું હતું. તેને અહેસાસ થયો કે તે ભલે એકલા રહેતા હોય પરંતુ એકલા છે નહીં.

તેની પાસે એ દીકરો અને વહુ હતા જે તેઓની એવી જ સંભાળ રાખી રહ્યા હતા, જેવી સંભાળ તેઓએ તેની રાખી હતી. એ રાત્રે વિવેક અને માહી તે માતાના ઘરે જ સૂઈ ગયા. માહીને પોતાની ભૂલનો અહેસાસ પણ થઈ ગયો, મોડી રાત સુધી તેને નીંદર પણ નહોતી આવી.

સવારે તૈયાર થઈને દર્શન કરીને નીકળતી વખતે સુનિતાબેન ને ભેટી પડી અને રડતા રડતા બોલી રહી હતી કે મમ્મી, મને માફ કરજો આ ઘર વેચવાનો વિચાર જે મને આવ્યો હતો તે બિલકુલ ખોટો હતો, આવું મારે ન કહેવું જોઈએ.

સુનીતા બેનએ માહીને પોતાની નજીક ગળે લગાવી અને કહ્યું “બેટા, એવું જરૂરી નથી કે દરેક બલિદાન દેખાય. ક્યારેક તો તે માત્ર અંદરથી જ અનુભવાય છે. તમે બંને મારી સાથે છો બસ એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે. આ ઘર વેચવાની કોઈ જરૂર નથી. આપણા ત્રણનો પ્રેમ આ ઘરની જાણે રોનક છે.

વિવેક અને માહી બંને સમજી ગયા કે તેમની માતા શું કહે છે. તે દિવસે તે શીખ્યો કે બલિદાન બતાવવાની જરૂર નથી, તે ફક્ત હૃદયથી અનુભવાય છે. અને તમારા સંબંધને જીવંત રાખવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે એકબીજા પ્રત્યે આદર અને સમર્પણ.

આ સ્ટોરી એટલું તો શીખવી જાય છે કે સંબંધોમાં ભૂલો થવી સ્વાભાવિક છે, પરંતુ તેને સુધારવાનો પ્રયાસ કરવાથી જ તે મજબૂત બને છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel