અને આજે તું પણ મને વાસી રોટલી ખાઈ લો તેમ કેમ કહે છે અને રસોઈ તો બધી ગરમ જ હોય છે, ત્યારે તેની વહુ એ જવાબ આપ્યો કે મને કઈ ખબર નથી… આ તો મમ્મી એ મને આમ બોલવાનું કહ્યું હતું એટલે બોલી.
એટલે હરેશ ગુસ્સે થઇ ગયો અને બોલ્યો કે મારું ભાણું લઇ જા મારે નથી ખાવું, માં તો આવું કહેતી હતી અને હવે તું પણ બોલ બોલ કરે છે.
થોડા સમય પછી ગરિમાબેન બહાર થી ઘરે આવે છે, ત્યારે વહુ ને પૂછે છે કે હરેશે જમી લીધું. જેનો જવાબ આપતા વહુ એ કહ્યું કે મેં તેને કહ્યું કે વાસી રોટલી ખાઈ લો, ત્યારે તે મારા થી નારાજ થઇ ગયા અને જમવા નું મૂકી દીધું.
ત્યારે ગરિમાબેને હરેશ ને પૂછ્યું કે તું જમ્યો કેમ નહિ? ત્યારે હરેશે કહ્યું કે માં તું તો રોજ ગરમ જમવાનું આપે છે. અને કહે છે કે વાસી રોટલી ખાઈ લે. પણ આજે મારી પત્ની પણ મને સંભળાવે છે.
ત્યારે માં એ કહ્યું કે વાસી રોટલી કોને કહેવાય… ત્યારે હરેશે જવાબ આપ્યો કે ગઈકાલે બનાવેલી રોટલી આજે કહીયે તો વાસી કહેવાય. પણ તમે તો મને રોજ ગરમ જ આપો છો.
ત્યારે માં એ હરેશ ને સમજાવતા કહ્યું કે તારા પિતાજી ના કમાયેલા રૂપિયા માંથી તું આજે ખાય છે, જે વાસી રોટલી જ કહેવાય. પછી ભલે ને ગરમ હોય. અને સાચી ગરમ રોટલી તો ત્યારે કહેવાય જયારે તું તારી મહેનત ના રૂપિયા કમાઈ ને લઇ આવ.
અને તેમાંથી ઘર ચાલે અને હરેશ ને બધું સમજાઈ ગયું અને પોતાની મહેનત ની કમાણી ઘરે લાવવા લાગ્યો અને હકીકત માં ગરમ રોટલી [ પોતાની કમાણી ની ] ખાવા લાગ્યો અને પરિવાર નું ભારણ પોષણ કરવા લાગ્યો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.