ત્યારે છોકરા એ નાસ્તા ની ડીશ ને હડસેલતા કહ્યું કે મારે આ નાસ્તો નથી ખાવો. અને દાદી પાસે ચાલ્યો ગયો એટલે વહુ ને બોલાવી ને કહ્યું કે છોકરા સાથે કેવું વર્તન કરો છો? તેને પસંદ હોય તે નાસ્તો આપી દો, સાસુ વહુ ને ખીજાતા છોકરો બોલ્યો કે કાલે મારા સ્કૂલ બેગ માંથી મમ્મી એ પૈસા કાઢી લીધા.
આ સાંભળીને તો સાસુએ ફરી કહ્યું કે તને છોકરા ના પૈસા લઈ લેતાં શરમ ન આવી? છોકરા એ તારું શું બગાડ્યું છે કે તું આટલો હેરાન કરે છે? તારા પિયર ના અપલખણ અહીંયા નહિ ચાલે તેના પૈસા આપી દે, હકીકત માં એ પૈસા છોકરા એ તેની મમ્મી ના કબાટ માંથી ચોરી ને લીધા હતા.
ત્યારે વહુ એ જવાબ આપ્યો કે તમારા ખોટા લાડ પ્યાર થી છોકરો હવે અહીંયા સુધી પહોંચી ગયો છે, અને વધુ ને વધુ જીદ કરવા લાગ્યો છે. હવે આને કેટલો બગાડવો છે. અને હું તેને જરૂર વગર ના પૈસા નહિ આપું તમારે મને અને મારા પિયર વિશે જે કહેવું હોય તે કહો મારા દીકરા ની જિંદગી માં ખરાબ સંસ્કાર નહિ પાડવા દઉં
ત્યાં જ રૂમ માંથી તેના સસરા બહાર આવ્યા અને કહ્યું કે હું સવાર નો અંદર બેઠા બેઠા તારી વહુ સાથેની જીભાજોડી સાંભળી રહ્યો છું. અને બોલ્યા કે રૂમ નું એ.સી. બંધ કરવાનું મેં જ કહ્યું હતું, પછી સવારે તારા જ પગ દુખવા લાગે છે.
અને છોકરા એ મારી સાથે આવું કર્યું હોત તો તેને હું તો આનાથી પણ વધારે આકરી સજા આપું, જેથી ભવિષ્યમાં છોકરાઓ કંઈ પણ ખોટું કરતા પહેલા સો વખત વિચાર કરે. તું જયારે હોઈ ત્યારે વહુ ને નાના ઘર ની અને લોભી કહે છે પણ તને પૂછું કે આપણા બધા પૈસા પણ ખર્ચી નાખીએ તો પણ ના આવે તેવા સંસ્કાર લઇ ને આવી છે.
તેનું સન્માન કરો અને શાંતિ થી રહો અને રહેવા દો. સસરાના મોઢેથી આવા શબ્દો સાંભળીને વહુ ની આંખો પણ ભીની થઈ ગઈ, કારણ કે તેને તેના પિતાની યાદ આવી ગઈ.
આટલું સાંભળ્યા પછી સાસુ સમસમી ગયા, અને પોતાની ભૂલ સમજ માં આવી અને કાયમ માટે શાંતિ થી રહેવા લાગ્યા અને વહુ નું માન સન્માન જાળવીને વાતો કરવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.