પરંતુ કુદરતને જાણે કંઈક બીજું જ મંજૂર હોય એ રીતે દીકરી નો જન્મ થયાની સાથે તે ગંભીર રીતે બીમાર પડી ગઈ, અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
સુમન અને પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેમ એક પછી એક મુશ્કેલીઓ વધતી હતી. સુમન કાયમ દીકરી પાસે જ રહેતી હતી અને દિવસ રાત તેની સાર સંભાળ લેતી હતી.
તેની સાસુને પણ દીકરીની ખૂબ જ ચિંતા હતી પરંતુ સુમન પ્રત્યેના અભાવને કારણે તે પોતાનો ઘમંડ છોડીને તેને જણાવી શકતી નહોતી. એક દિવસ સાસુ અચાનક જ કોઈને કહ્યા વગર દીકરીની સાર સંભાળ લેવા માટે હોસ્પિટલ ગયા.
ત્યાં જઈને જોયું તો તેની વહુ ખૂબ જ મહેનત કરીને આ દીકરીની સાર સંભાળ લઈ રહી હતી, તે દિવસ રાત જાગીને તેની સાર સંભાળ લઈ રહી હતી. તેની દવાઓ વગેરેનું ધ્યાન રાખીને બધું જ પોતે મેનેજ કરી રહી હતી.
આ જોઈને તેની સાસુના આંખમાં આંસુ આવી ગયા,. જાણે તેનો હૃદય પરિવર્તન થઈ ગયું. પોતાની વહુ સુમન પાસે જઈને તેને ગળે ભેંટી ગયા, અને કહ્યું બેટા, મેં તારી સાથે જે ખરાબ વ્યવહાર કર્યો છે તેના માટે માફી માંગુ છું. સાથે સાથે એ વાતનો પણ આભાર માનું છું કે મારો વ્યવહાર ગમે તેટલો ખરાબ હોય તેમ છતાં તે મને એક માતાની જેમ સન્માન આપ્યું.
બંને સાસુ વહુ ભેટીને રડવા લાગ્યા, વહુએ કહ્યું મમ્મી તમે ચિંતા ન કરો, મારે તમારી પાસે કોઈ ફરિયાદ નથી. અને હું જાણું છું કે તમે મને તેમજ આ દીકરીને ખૂબ જ પ્રેમ કરો છો.
થોડા દિવસો પછી તે દીકરીની તબિયત સુધરવા લાગી અને તે બિલકુલ ઠીક થઈ ગઈ, પછી ધામધૂમથી તેનું ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું અને સાસુ વહુ જાણે હવે એકબીજાના મિત્ર બની ગયા હોય તેમ સાથે રહેવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.