સુશીલાબેન એક મધ્યમ વર્ગના પરિવારની વહુ હતા, તેની ઉંમર 60 વર્ષ થઈ ચૂકી હતી. તેઓ પોતે ખૂબ જ અનુશાસન ધરાવનાર મહિલા હતા અને સ્વભાવે પણ ખૂબ જ કડક હતા. તેના પતિનું અવસાન થોડા વર્ષો પહેલા જ થઈ ગયું હતું.
તેઓને સંતાનમાં બે દીકરા હતા મોટા દીકરાનું નામ વિનય હતું અને નાનો દીકરો અજય. વિનયની ઉંમર હવે લગ્ન કરવા જેવડી થઈ ગઈ હોવાથી તેના માટે પાત્રો જોવા લાગ્યા હતા.
સારુ પાત્ર જોઈને વિનયના લગ્ન નક્કી કરવામાં આવ્યા, નાનો ભાઈ અજય હજુ ભણતો હતો અને વિનયની નોકરી મલ્ટીનેશનલ કંપનીમાં લાગી ગઈ હતી.. મધ્યમ વર્ગના આ પરિવારમાં વિનયની નોકરી સારી હોવાથી હવે જાણે ખુશીના દિવસો ચાલુ થઈ ગયા હતા.
વિનયની પત્ની સુમન ખૂબ જ સરળ સ્વભાવની અને સીધી સાદી યુવતી હતી, તે એક નાના શહેરમાંથી આવીને અહીંયા વિનય સાથે મોટા શહેરમાં રહેવા આવી હતી પરંતુ તેને આ પ્રકારની જિંદગી જીવવાની આદત નહોતી.
તેના જીવનમાં આવેલા આ ફેરફારને અનુરૂપ થવાની તે ઘણી કોશિશ કરતી હતી, સાથે સાથે એવી પણ કોશિશ કરતી જેથી તે તેની સાસુને ખુશ રાખી શકે પરંતુ જાણે તેના બધા પ્રયાસો નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું હતું.
તેની સાસુને કાયમ લાગતું કે તેની વહુ સુમન જાણે કોઈ કામ જ કરતી નથી તેમ જ ઘરની સાફ-સફાઈ પણ સારી રાખતી નથી. તે કાયમ માટે નાની મોટી વાતને લઈને તેની વહુને સંભળાવ્યા કરતી હતી,. ક્યારેક ક્યારેક વહુ ને. રડવું પણ આવી જતું.
વિનયને આ બધી ખબર પડી એટલે તે તેની માતાની આવી હરકત જોઈને પહેલા નાખુશ થઈ ગયો, તેની માતાને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી કે તમે સુમનને પરેશાન ન કરો. પરંતુ આવું બન્યું નહીં.
ધીમે ધીમે વર્ષો વિતવા લાગ્યા તેમ સુમન ના ઘરે દીકરી નો જન્મ થયો. દીકરીના જન્મ થયા ની સાથે જ જાણે આખા ઘરમાં રોનક છવાઈ ગઈ. બધા લોકો દીકરીની આશામાં જ હતા.