ફરી પાછા ઠાકોરજી બીજી વખત પણ હસવા લાગ્યા, રાધિકાને સંતોષ થયો અને થયું કે હવે મને ઠાકોરજીના શણગાર કરતાં આવડી ગયું હવે બધું બરાબર થઈ જશે. પોતે રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગી, અને વિચારવા લાગી કે ઠાકોરજીને ભોગ લગાવીને પોતે પછી બીજું કામ કરશે.
બધું કામ રસોઈ નું પૂરું કરીને ઠાકોરજીને ભોગ લગાવીને અન્ય કામોમાં વ્યસ્ત થઈ ગઈ, બીજા દિવસે ફરી પાછી રાધિકાએ સેવા કરી અને હવેથી દરરોજ ઠાકોરજી અરીસાની સામે હસવા લાગ્યા. દિવસો વીતતા ગયા, ધીમે ધીમે એક મહિનો પૂરો થવા આવ્યો. એક મહિના પછી તેના સાસુ બહારગામથી આવ્યા.
બીજા દિવસે સવારે તેના સાસુએ ઠાકોરજીની સેવા કરી અને શણગાર પૂરો કરીને અરીસો બતાવ્યો, ત્યારે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈ ગયા અને રસીલાબેન નો હાથ પકડી રાખ્યો અને કહ્યું કે અરીસો તો તમારી વહુ રાધિકા જ બતાવશે. ત્યારે સાસુએ તેની વહુ રાધિકાને અવાજ કરીને બોલાવી.
રાધિકાએ ત્યાં આવીને અરીસો બતાવ્યો હતો ઠાકોરજી હસવા લાગ્યા ત્યારે રસીલાબેને રાધિકાને સેવા કઈ રીતે કરી તેની વાત પૂછે ત્યારે વહુએ જવાબ આપતા કહ્યું કે પહેલા દિવસે ખૂબ ઘણો સમય લાગ્યો હતો મેં ઠાકોરજીને 17 વખત તો સ્નાન કરાવ્યું હતું ત્યાં સુધી તે બરાબર તૈયાર નહોતા થયા.
પરંતુ અઢારમી વખત તૈયાર કર્યા પછી તેઓ બરાબર તૈયાર થઈ ગયા ને અરીસામાં હસવા લાગ્યા. પછી બીજા દિવસથી હું સેવા કરતી ત્યારે પહેલી જ વખતમાં ઠાકોરજી હસવા લાગતા. તેની વહુનો આવો નિર્દોષ બાળક જેવો ભાવ જોઈને અને ઠાકોરજીના સાક્ષાત દર્શન કરીને રસીલાબેન ભાગ્યશાળી બની ગયા.
ત્યાર પછી રસીલાબેને પોતાની વહુને કાયમ માટે ઠાકોરજીની સેવા કરવાની જવાબદારી સોંપી દીધી, અને પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.