ત્યારે અશોક મહારાજે કહ્યું કે હું મારી પાસે દેવા માટે ની સગવડતા ઓછી છે. હું મારી રીતે જેટલું કરી શકું તેટલું કરીશ, ત્યારે આવેલ ભાઈ એ કહ્યું કે મારે ચાર દીકરા છે અને ચારેય ને ભણાવ્યા છે જેમાંથી ત્રણ ના લગ્ન થઇ ગયા છે. અને બધા અલગ અલગ શહેર માં રહે છે. અને ચોથા નંબર નો દીકરો જેનું ભણવાનું પૂર્ણ થયેલ છે. અને અત્યારે ગામ ની સ્કૂલ માં નોકરી કરે છે. પણ ભવિષ્યમાં તેને સરકારી સ્કૂલ માં નોકરી મળી જશે.
મેં ત્રણ છોકરા ના લગ્ન માં ખુબ દહેજ લીધું છે, પણ મેં કે મારી પત્ની એ હજુ સુધી વહુ ના હાથ નો ચા પણ પીધો નથી. ત્રણેય વહુ શહેર ની છે. અને એકેય વહુ ને ભોજન બનાવતા કે ઘર નું કોઈ કામ આવડતું નથી. ગાય ની સેવા કરવાથી નફરત છે, અને જયારે ગામ માં રહેવા આવે તો મહેમાન ની જેમ રહે, અને બધા ઉપર હુકમ કર્યે રાખે, ટીવી જોયે રાખે અને મોબાઈલ લઇ ને બેસી રહે અને હવે મારા ઘર માં તમારી આરતી અમારા ઘર ની વહુ તરીકે જોવા ની આશા રાખું છું.
હું હમણાં જ આવું છું તેમ કહી અને અશોક મહારાજ અંદર ગયા. અને પત્ની સાથે વાત કરી ત્યારે આરતી પણ ત્યાં જ ઉભી હતી, બંને ની સહમતી લઇ ને અશોક મહારાજ પાછા આવ્યા. અને પાછળ પાછળ આરતી ચા નાસ્તો લઇ ને આવી. બંને પક્ષે વાત પાક્કી થઈ ગઈ. અને આરતી ના હાથ માં શુકન આપી ને રવાના થયા.
બે દિવસ પછી છોકરા છોકરીને મેળવવામાં આવ્યા અને એકબીજાને પસંદ કરતા ની સાથે બંનેની સગાઇ કરી નાખવામાં આવી. સગાઈ કર્યા પછી થોડા સમય પછી લગ્નનું પણ નક્કી કરવામાં આવ્યું. જોતજોતામાં બંનેના લગ્ન પણ થઇ ગયા.
આરતી તેના સાસરે ગઈ પછી ત્યાં તો જાણે નસીબ પર થી પાંદડું ખસી ગયું હોય એમ ઘરના કામકાજ માં બધે આરતી સાથ દેતી, ગાય ની સેવા હોય, ઘરકામ હોય, કે રસોઈ નું કામ હોય. બધા કામ આરતી ખૂબ જ સારી રીતે કરતી.
તેના પતિને પણ સારી નોકરી મળી ગઈ. એક વખત ચારે વહુઓને હાજરીમાં આરતી ને તેના સસરા એ ગૃહલક્ષ્મી કહેતા તેની બીજી ત્રણેય વહુ નારાજ થઈ ગઈ. અને બોલી કે અમે આટલું દહેજ લઇ ને આવી. અને આરતી તો એવું કંઈ નથી લાવી, તો તમને એમાં ક્યાં ગૃહલક્ષ્મી દેખાય ગઈ?
ત્યારે તેના સસરા એ એટલું જ કહ્યું કે આરતી ના આવવાથી તેના પતિ ને સારી નોકરી મળી ગઈ, તેના પગલે ઘરમાં બધી વાત માં આનંદ થઈ ગયો છે. જે તમે ત્રણ માંથી એકેયે કોઈ દિવસ બધા રાજી રહે એવું કઈ કર્યું નથી. અને એટલા માટે જ સાચા અર્થમાં આરતી જ ગૃહલક્ષ્મી છે. બધી વહુઓના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.