હિનાએ પોતાની નજર હટાવી કહ્યું… પાર્થ ઉત્તેજિત થઈ રહ્યો હતો… હિનાએ ફરી તેને વિનંતી કરી – સાંભળો જીજુ મારે બીજી એક વાત કહેવી હતી, પણ હિંમત ન કરી શકી…
કદાચ આજે તક છે… “અરે કહી દે…” પાર્થ સાંભળવા આતુર હતો.
હિનાએ નજીક આવીને કહ્યું- હું તો તમારી એકમાત્ર સાળી છું… અને તમે પણ મારા એકમાત્ર જીજુ છો.
પરંતુ મને ક્યારેક વિચાર આવે છે કે મારે તો માત્ર એક જીજુ ને સહન કરવા પડે છે, એ પણ એટલું મુશ્કેલ છે તો પછી ઘરમાં એક પછી એક આવનારા પાંચ જીજાજીઓને સહન કરવું એ તમારી નાની બહેન ટીનાને કેટલું કઠિન લાગતું હશે નહિ? સાચી વાત ને જીજુ?
હિનાના મોઢેથી આ સાંભળીને પાર્થે શરમથી માથું ઝુકાવી દીધું, મિત્રો તમારી સાળી સાથે એક ચોક્કસ મર્યાદા સુધી જ મજાક કરો!
યાદ રાખજો તે પણ કોઈની દીકરી છે બહેન છે… જેમ આપણે બહેન દીકરી છે… એટલે જ કદાચ કહેવાય છે સ્ત્રી કોઈ રમકડું નથી તેને માન આપો. કારણ કે તમારો ઉછેર એક સારા સંસ્કારી પરિવારમાં થયો છે. એક સારી માતા દ્વારા અને હા એક સારી વ્યક્તિ બનીને…
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં રેટિંગ પણ આપજો.