એ વાંચી અને તે કન્યા એ થોડો સમય વિચાર્યું અને ચોથે માળે જવાનું નક્કી કર્યું કે ત્યાં હજુ સારા છોકરાઓ હશે ત્યાં પણ એક બોર્ડ મારેલું હતું અને તેમાં લખેલું હતું કે આ માળે સારા ધંધા રોજગાર વાળા ઈમાનદાર દેખાવે સારા અને ઘરકામ માં મદદ કરે તેવા છોકરાઓ છે.
આ વાંચી ને તે કન્યા તો અચરજ પામી કે આવા છોકરાઓ પણ લગ્ન માટે મળી શકે છે પરંતુ તેને હજુ સંતોષ નહોતો અને હજુ વધારે સારું તેવા વિચાર થી તે પાંચમા મળે ગઈ અને ત્યાં નું બોર્ડ વાંચ્યું અને તેમાં લખ્યું હતું કે અહીંયા સારા ધંધા રોજગાર વાળા ઈમાનદાર દેખાવડા ઘરકામ માં મદદ કરવાવાળા… અને…
સાથે સાથે તેના જીવનસાથી ને અતિ પ્રેમ કરવા ની લાગણી રાખવાવાળા છોકરાઓ પસંદ કરી શકો છો આ વાંચી અને તે વિચારવા લાગી કે અહીંયા થી સારા છોકરાઓ દુનિયા માં દીવો લઇ ને શોધવા જાવ તો પણ મળે નહિ.
પરંતુ તે એવું વિચારી ને ત્યાં થી નીકળી ગઈ કે છઠે માળે હજુ સારા છોકરાઓ હશે અને તે છઠે માળે ગઈ અને ત્યાં દરવાજે બોર્ડ માં લખેલું હતું કે છઠે માળે આવવાવાળા માં તમારો નંબર 5158 છે હવે ડાબી બાજુ એ નીચે જવા માટે છ માળ ની સીડી છે અને ત્યાં થી સીડી ઉતારી ને તમે બહાર જઈ શકો છો.
અમારા સ્ટોર પર આવવા માટે ધન્યવાદ અત્યારે દીકરા અને દીકરી અને પરિવાર ના વડીલો લગ્ન માટે યોગ્ય પાત્ર ની શોધ માં અને શોધ માં સમય પસાર કરે છે અને જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ પસંદગી ના પાત્રો ની પસંદગી મર્યાદા માં થતી જાય છે.
હજુ વધારે સારું અને તેનાથી પણ સારું એવું શોધવામાં લગ્નની સાચી ઉંમર જતી રહે છે, અને પછી જે મળે તેમાં સમાધાન કરવાનો સમય આવે છે. તેના બદલે આપણી લાયકાત અને અનુકૂળ પાત્ર મળે તો વધારે સારા ની શોધ કરી અને જીવન ને વેડફી ના નાખવું. કારણ કે જીવન માણવા માટે આપેલું છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.