શહેર ના મેઈન બજાર માં એક મોટી શોપિંગ મોલ જેવી દુકાન ખુલી હતી અને ત્યાં લખ્યું હતું કે અહીં તમને તમારી પસંદગીનો પતિ મળશે ………અને જોતજોતા માં લગ્ન ઈરછુક મહિલાઓ ની મોટી લાઈન લાગી ગઈ અંદર જવાની બધા ને ઉતાવળ હતી
ત્યારે મુખ્ય દરવાજે એક સૂચના લગાવવા માં આવી જેમાં લખ્યું હતું કે પતિ ની પસંદગી માટે આ શરતો લાગુ પડશે
આવનાર મહિલા અંદર એક વખત જ દાખલ થઇ શકે અને તેને તેનું આધાર કાર્ડ બતાવી ને અંદર જવાની રજા મળશે તે ફરજિયાત છે
દુકાન છ માળ ની છે અને દરેક માળે અલગ અલગ પ્રકાર ના પતિ ની વિગતો લખેલી છે
આપ કોઈ પણ માળે થી પતિ ની પસંદગી કરી શકો છો
પરંતુ એક વખત આપ એક માળે થી બહાર આવ્યા પછી ફરી ને તે માળે પાછા જઈ શકાશે નહિ
એક સુંદર અને દેખાવડી કન્યા તે દુકાન માં દાખલ થાય છે તે પહેલા માળે જાય છે ત્યાં લખેલું છે કે આ માળે સારા ધંધા અને નોકરી કરવા વાળા સંસ્કારી છોકરી છે તેમાંથી તે કન્યા ને એક પણ છોકરો પસંદ આવ્યો નહિ. આગળ વધી અને બીજે માળે પહોંચી ત્યાં લખ્યું હતું કે…
આ માળે સારા સંસ્કારી સારી આવક વાળા અને છોકરાઓને સાચવવા અને રમાડવા ગમે તેવા પતિ છે કન્યા ને ત્યાં થી પણ એકેય છોકરો પસંદ આવ્યો નહિ અને તે ત્રીજા માળે પહોંચી અને ત્યાં લખેલું બોર્ડ વાંચ્યું કે અહીંયા સારા રોજગારવાળા ઈમાનદાર અને દેખાવે સારા છોકરાઓ છે.