એટલે દુકાનદારે તરત જ જવાબ આપતા કહ્યું અરે સાહેબ આવું ન બોલશો, ભગવાન તો સાક્ષાત છે. અને ભગવાન સાચે જ અસ્તિત્વ ધરાવે છે હા પરંતુ એમના દર્શન કરવા માટે તમારે દ્રષ્ટિ જોઇએ. ઓફિસરે થોડો વાતમાં રસ લેતા પુછ્યું તો શાના આધારે આવું કહી રહ્યો છે? પછી દુકાનદારે તેની સાથે બનેલી આ આખી ઘટના વિસ્તારપૂર્વક જણાવી.
તેને ઓફિસર ને કહ્યું અંદાજે ત્રણેક મહિના પહેલા ની વાત હશે. સાહેબ મારે એક દીકરો છે, તેણે થોડી આતંકવાદીઓ સંબંધિત માહિતી પોલીસને આપી હતી. અને આતંકવાદીઓ અને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ મારા દીકરાને ખુબ જ ખરાબ રીતે માર્યો હતો, એ હાથે માર્યો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને ડોક્ટરે દવાઓ ખૂબ જ મોટું લીસ્ટ આપી દીધું. પરંતુ મારી પાસે દવા લાવવા માટે એટલા બધા પૈસા હતા નહીં. એટલે મેં શાંત મન રાખી ને ભગવાનને પ્રાર્થના કરી, અને એટલું કહ્યું કે ભગવાન આ સમયમાં આ સ્થિતિમાં મને સંભાળી લો.
હું ખૂબ જ નિરાશ હતો કે ઘરે જઈને પત્નીને કયા મોઢે કહીશ કે મારી પાસે પૈસા નથી. આથી હું મારી આ દુકાન પર આવ્યો અને દુઃખી થઈને બેઠો હતો, મનમાં ઘણા વિચાર એક પછી એક આવી રહ્યા હતા શું કરવું તેની સમજ પડતી હતી નહીં. આખરે હતાશા પૂર્વક મેં જ્યારે માથું ટેબલ પર રાખ્યું ત્યારે મને ખબર પડી કે ખાંડ ના ડબ્બા ની નીચે કંઈક પડ્યું છે. પૈસા જેવું દેખાતું હતું એટલે મેં તરત જ ડબ્બો સાઈડમાં કર્યો. અને જોયું કે ત્યાં શું છે તો ત્યાંથી મને બે હજાર રૂપિયાની નોટ મળી.
હવે સાહેબ તમે જ કહો કે, આવી પહાડી ઉપર, આવી ઠંડીમાં, આટલા દુર અડધી રાત્રે જો ભગવાન મને 2000 રૂપિયા આપી શકે તો મારાથી એમના અસ્તિત્વને કઇ રીતે નકારી શકાય? તેઓ હર પળ અમારી સંભાળ લે છે. એમાં કઈ રીતે મારે શંકા કરી શકાય?
આ ભલે કદાચ એક સ્ટોરી હશે પરંતુ આમાંથી આપણને એટલું તો શીખવા મળે જ છે કે ભગવાનનો અને તેમના સમય નો ભરોસો રાખો. જીવનમાં ક્યારેય ઉતાવળ કે અધીરાઈ ન કરવી.
જો મનમાં અપેક્ષા રાખશો કે આવું થાય તો જ ભગવાનને મારા પ્રત્યે પ્રેમ છે અથવા આવું થાય તો જેમણે કૃપા કરી હશે તો જીવનમાં તમે આકુળ-વ્યાકુળ થઈ જશો. સાહેબ વિશ્વાસ રાખજો કે ભગવાન આપણા બધાની સંભાળ લઈ જ રહ્યા છે. અને ગમે તેવો ખરાબ સમય આવે, ભગવાન અટકવા નહીં દે એટલો વિશ્વાસ રાખજો!