સૈનિકોની એક ટુકડી ની લગભગ ત્રણ મહિના માટે હિમાલયમાં નિમણૂક થઈ. એક ઓફિસર અને બાકી બધા સૈનિકો સાથે આ ટુકડીએ ધીમે ધીમે પર્વત ચડવાનું શરુ કર્યું. પર્વત ચડી રહ્યા હતા ત્યારે ઓફિસરના મનમાં એક વિચાર આવ્યો કે જો અહીં કોઈ ચાની દુકાન મળી જાય તો કેવું સારું? પરંતુ આજુબાજુમાં કોઇ જ દુકાન કે ચા મળે તેવી સંભાવના હતી નહિ.
ઘણા દૂર સુધી નજર કરી પરંતુ કંઇ જ દેખાઈ રહ્યું ન હતું. તેમ છતાં તેઓ ધીમે ધીમે આગળ વધતા જતા હતા, થોડા સમય પછી આગળ ચડ્યા ત્યારે દૂરથી એક દુકાન જવું દેખાઈ રહ્યું હતું. લગભગ બધાને થયું કે જો આ દુકાન હશે અને ત્યાં મળી જાય તો આગળ જવામાં થોડી શક્તિ મળી રહે. એટલે ધીમે ધીમે બધા આગળ વધતા ગયા પેલી દુકાન નજીક આવી.
પરંતુ શું? દુકાન પાસે જઈને જોયું તો દુકાન બંધ હતી. આજુ બાજુમાં કોઈ જ વ્યક્તિ ત્યાં દેખાતી ન હતી, એટલે સૈનિકો એ ઓફિસરને પૂછ્યું કે જો તમે પરવાનગી આપો તો તાળું તોડી અને દુકાનની અંદર જઈએ. ચોરી કરવાનો ભાવ નથી પરંતુ ચડવું મુશ્કેલ છે માટે આ રીતની વાત કરી રહ્યા છીએ. ઓફિસર પણ દ્વિધામાં પડી ગયા કે આવું અનૈતિક કાર્ય કરવું કે ના કરવું? ઘણું વિચાર્યા પછી તેણે સમયની જરૂરિયાત સમજીને તાળું તોડી નાખ્યું, અંદર જઈને જોયું તો ચા બને તેમ હતી અને સાથે સાથે બિસ્કીટ પણ પડયા હતા.
બધા લોકોએ ચા પીધી અને બિસ્કીટ પણ ખાધા, ઓફિસર મને ખૂબ જ દુઃખ થયું કે ભલે જરૂરિયાત હતી પરંતુ એક રીતે તો આ ચોરી જ કહેવાય. એટલે ઓફિસરે ત્યાં ખાંડ નો ડબ્બો પડ્યો હતો તે ડબ્બા નીચે જઈને 2000 રૂપિયાની નોટ રાખી દીધી, જેથી દુકાનદારના પૈસા ચુકવાઇ ગયા એમ માની લીધું અને તેને પૈસા ચૂકવવાના સંતોષ મળી ગયો.
આટલું કરીને તેઓ તો ફરી પાછુ પર્વતારોહણ કરવા લાગ્યા અને પોતાની ટુકડીને જ્યાં ફરજ બજાવવાની હતી તે જગ્યા પર પહોંચી ગયા, લગભગ ત્રણેક મહિના પછી એ લોકોને સમાચાર મળ્યા કે તેની જગ્યાએ હવે એક નવી ટુકડી આવે છે આથી એ લોકોને પાછા ફરવાનું છે.
એ બધા લોકો ત્યાંથી પાછા ફરવા લાગ્યા, અને પાછા ફરતા હતા ત્યારે તે લોકોએ ચડતી વખતે જે દુકાનમાંથી ચા પીધી હતી એ જ દુકાન જોઈ. સદભાગ્યે આ વખતે ચાની દુકાન ખુલ્લી હતી. આથી બધા લોકો ત્યાં ઊભા રહ્યા અને ચા ની ચૂસકી લઇ રહ્યા હતા. ઓફિસરને થોડી અંતરમાં ખટકતો રહી જ ગઈ હતી કે અને પેલા પૈસા મળ્યા હશે કે નહીં? પરંતુ સીધું સીધું પૂછવા ની જગ્યાએ તેને થોડો બીજો રસ્તો અપનાવ્યો.
દુકાનમાં ભગવાન ની છબીઓ જોઈ એટલે ઓફિસરે દુકાનમાં જઈને માલિક પાસે જઈ અને પૂછ્યું તમે ભગવાનમાં માનો છો? માલિકે માથું ધુણાવીને હા પાડી, એટલે ઓફિસરે કહ્યું આટલી પહાડી ઉપર, આટલી અસહ્ય ઠંડી માં અને આટલી બધી દુર તમારી અહીં દુકાન છે, જો ભગવાન હોય તો આ બધું કઈ રીતે હોય?