જણાવી દઈએ કે સૌથી પહેલા અભિનેતા અમિતાભ બચ્ચન ટ્વીટ કરીને આ વાતની જાણકારી દીધી હતી કે અભિનેતા ઋષિ કપૂર નું અવસાન થયું છે. સોશિયલ મીડિયા પર અમિતાભના આ ટ્વીટ ના પબ્લિક થયા પછી તરત જ ચાહકો અને બોલિવૂડના સિતારાઓ એ શ્રદ્ધાંજલિ દેવાનું તેમજ શોક વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. અભિનેતા અમિતાભ બચ્ચને આજે સવારે એટલેકે ૩૦ તારીખે સવારે નવ વાગ્યે 32 મિનિટ ઉપર ટ્વીટ કર્યું હતું. અમિતા બેન પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ ચાલ્યા ગયા… ઋષિ કપૂર તેઓ ચાલ્યા ગયા… તેઓનું અવસાન થઈ ચુક્યુ છે. હું તૂટી ગયો છું.
પરિવાર તરફથી પણ જાહેર કરવામાં આવેલ ચોક સંદેશામાં કહેવાયું હતું કે ઋષિ કપૂર બે વર્ષ સુધી બે અલગ અલગ મહાદ્વીપ માં ચાલી રહેલા તેના ઈલાજ દરમિયાન હંમેશા ખુશ રહ્યા છે અને જિંદગી જીવવાની ઈચ્છા તેને હંમેશા કાયમ રાખી. મિત્રો, પરિવાર, ખાવાનું ખવડાવવાનું, અને ફિલ્મો બસ આ જ બધું તેના હૃદયમાં વસતું હતું. અને આ દરમિયાન તેઓને જે લોકો પણ મળ્યા, તે લોકો જોઈને આશ્ચર્ય પામ્યા હતા કે કઈ રીતે તેઓએ કેન્સર જેવી બીમારી ને ક્યારેય પોતાના પર હાવી થવા દીધી હતી નહિ.
ગુરુવારે સવારે અવસાન થયા પછી જાહેર કરવામાં આવેલા સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે દુનિયા આ સમયે ખૂબ જ મુશ્કેલ અને પરેશાની વાળા સમયથી પસાર થઇ રહી છે. લોકોના આવવા-જવા પર અને એકઠા થવા પર બંદિશો છે. ઋષિ કપૂર ના ઘરના લોકો એવું ઇચ્છે છે કે લોકો આ સમયે લાગુ કરવામાં આવેલા કાનૂનનો સન્માન કરે અને તેઓની અંતિમયાત્રામાં ભીડ ન કરે.
ઋષિ કપૂર કલાકાર ની દ્રષ્ટિએ ખૂબ જ ઉમદા કલાકાર હતા, તેઓએ ઘણી બધી ફિલ્મોમાં કામ પણ કર્યું છે અને મુખ્ય અભિનેતા તરીકે તેની પહેલી ફિલ્મ જોઈએ તો ૧૯૭૩માં આવેલી બોબી.ફિલ્મ તેની પહેલી એવી ફિલ્મ માટે જેમાં તેઓ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઘણી હિટ રહી હતી. આ ફિલ્મ પછી પણ તેઓએ લગભગ ત્રણ દશક સુધી ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓની એવરગ્રીન ફિલ્મ માં એક ફિલ્મ મેરા નામ જોકર પણ સામેલ છે જેમાં તેના અભિનયને લોકોએ ખુબ બિરદાવ્યો હતો.