in

ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે અવસાન, પ્રધાનમંત્રી તેમજ બોલિવૂડ હસ્તીઓએ પ્રગટ કર્યો શોક

બોલિવૂડમાં ગઈકાલે જ હજુ ઈરફાન ખાનનું અવસાન થયું હતું જેથી આખું બોલિવૂડ શોકમાં છે એવામાં વધુ એક ખરાબ સમાચાર આવ્યા હતા. બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂર નું અવસાન આજે એટલે કે ૩૦ તારીખે મુંબઈમાં થયું હતું.

ઋષિ કપૂર ના અવસાન પછી બોલીવુડ સહિત ઘણા લોકોએ શોક સંવેદના પ્રગટ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઋષિ કપૂરના અવસાન ઉપર શોક પ્રગટ કર્યો હતો. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું તે ઋષિ કપૂર જી બહુઆયામી, પ્રિય અને એકદમ જીવંત વ્યક્તિ હતા. તેઓ પ્રતિભાની જાણે ખાણ હતા. હું હંમેશા સોશિયલ મીડિયા પર પણ થયેલી વાતચીતને યાદ કરતો રહીશ. તેઓ ફિલ્મ અને ભારતની પ્રગતિ ના વિષયમાં ખૂબ જ ભાવુક હતા. તેમના અવસાનથી દુઃખી છું. તેઓના પરિવાર ને અને પ્રશંસકો ના પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.