આવી જ રીતે એક પછી એક તે ડાયરીના પેજ ફેરવતો રહ્યો અને જો કોઈનું સારું થવાનું હોય તો તરત જ તે બદલી નાખતો. આખરે એ સમય આવી ગયો કે તેને ડાયરીમાં પોતાનું જ પેજ મળ્યું.
પરંતુ એ પેજ ઉપર શું લખ્યું છે તે વાંચવા જાય તે પહેલાં યમરાજ એ તે વ્યક્તિના હાથમાં થી ડાયરી લઈ લીધી અને કહ્યું તારો દસ મિનિટનો સમય પૂરો થયો હવે તો ડાયરીમાં કશો ફેરફાર નહીં કરી શકે. આટલું કહીને તે વ્યક્તિના હાથમાં થી પેન પણ ચૂકવી લીધી.
જોકે યમરાજ બધું જાણતા હોવાથી તેને કહ્યું કે તે તારો બધો જ સમય બીજાનું ખરાબ કરવામાં વેડફી નાખ્યો અને જેના કારણે તારું જ જીવન ખતરામાં જતું રહ્યું એટલે કે હવે તારો અંત તો નિશ્ચિત છે. આ સાંભળીને તે માણસને ખૂબ જ પસ્તાવો થયો પરંતુ હવે પસ્તાવો કરીને શું થવાનું હતું, એના હાથમાંથી તો એ મોકો જતો રહ્યો હતો કે તે પોતાનું ભવિષ્ય સુધારી શકે.
ભલે આ કદાચ એક કાલ્પનિક વાર્તા હશે પરંતુ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભગવાને આપણને બધાને વિચારવાની શક્તિ આપી છે અને એટલા માટે ક્યારેય કોઇનું ખરાબ ન વિચારવું જોઇએ તેમ જ ખરાબ ન કરવું જોઈએ. આપણે બીજાનું સારું કરીએ તો આપણું જીવન પણ સુખમય બની જાય છે અને ભગવાનની કૃપા પણ બની રહે છે.
શું આ સ્ટોરી તમને પસંદ પડી? જો હા તો કમેન્ટ કરીને જણાવજો તેમજ આ સ્ટોરીને કોમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.