તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે, આજે કાર્યક્ષેત્રમાં તમને કોઈ નવી ચેલેન્જ વાળું કામ મળી શકે છે જેમાં તમારા સહકર્મીઓ ની આવશ્યકતા રહેશે અને તમે તેઓનો સાથ પામીને સાંજ સુધીમાં કાર્ય સમાપ્ત કરવામાં સફળ થઈ શકશો. લાઈવ પાર્ટનરને લઈને આજે કોઈ ધાર્મિક સ્થળે યાત્રા પર જવાનું થઈ શકે છે, પરિવારમાં સંબંધ માં સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્યની કાળજી રાખવી.
વૃશ્ચિક રાશિ
આજનો દિવસ તમારા માટે કાર્યક્ષેત્રમાં થોડો મુશ્કેલી વાળો રહેશે કારણકે તમારા વિરોધીઓ તમને તમારી ઉપર હાવી થવાની કોશિશ કરશે પરંતુ તમારે તેઓને હરાવીને આગળ વધવાની કોશિશ કરતું રહેવાનું છે નહીંતર તમારા વેપાર ધંધા પર વિરામ લાગી શકે છે. નોકરી કરવા વાળા જાતકો પણ પોતાના કાર્યક્ષેત્રમાં લોકો સાથે કામથી કામ રાખવાનું તો એ તમારા માટે સારું રહેશે. તેમજ તમારા ગુરુજનો આજે ભરપૂર સાથ મળશે.
ધનુ રાશિ
આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે ખાસ કરીને જે લોકો પ્રેમ જીવન જીવી રહ્યા છે તે લોકોને લાઈફ પાર્ટનર સાથે યાત્રા કરવાનો મોકો મળી શકે છે તેમજ તેઓ તમારા માટે કોઈ ભેટ-સોગાદ લઈને આવી શકે છે. જેના કારણે પ્રસન્નતા બની રહેશે. આજે તમને તમારા પરિવાર માં થી કોઈ સભ્યની મદદ ન મળે જેના કારણે મન માં થોડો સ્ટ્રેસ અનુભવી શકો છો. જોકે સમય રહેતા સારું થઈ જશે, સંતાન તરફથી સારા સામાજિક કાર્ય થવાની સંભાવના છે જેથી તમે તમારું મન પ્રફુલ્લિત રાખી શકશો.
મકર રાશિ
આજનો દિવસ તમારી ચારે બાજુનું વાતાવરણ એકદમ સુખમય રહેવાનું છે. આજે તમે તમારા માતા-પિતા અથવા લાઈફ પાર્ટનર માટે કોઈ નવી વસ્તુ ખરીદવા પર વિચાર વિમર્શ કરી શકો છો જેના માટે મંજુરી પણ મળી શકે છે. સાંજ સુધીના સમય સુધીમાં તમને કોઈ મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થશે જે તમારા વેપાર માટે લાભદાયી સાબિત થશે. આજે તમારે તમારા સાસરા પક્ષ માં જવાનું થાય, આજે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના પ્રયત્ન કરો જેમાં સફળતા પણ મળશે
કુંભ રાશિ
આજનો દિવસ તમારે કોઈપણ કાર્ય ઉતાવળે કરવાથી બચવાનું છે જો એવું નહીં કરો તો નુકસાન ભોગવવાનો સમય આવી શકે છે, એટલે આજે તમે તમારા પરિવાર અથવા બીજા કોઈના નિર્ણય લેવો પડે તો બિલકુલ ઉતાવળે નિર્ણય ન લેવા. આજે તમારે તમારા જીવન સાથે સાથે જો કોઈ સંબંધ માં ફેરફાર હોય તો તેઓને બનાવવાની પૂરી કોશિશ કરવી, સાંજ સુધીના સમયમાં તમારા સંતાન તમને બહાર લઈને જઈ શકે છે.
મીન રાશિ
આજનો દિવસ તમારા માટે સામાજિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એકદમ ઉત્તમ રહેવાનો છે, સમાજ માં તમારું માન-સન્માન વધશે તેમજ જે લોકો નોકરી કરતા હોય તેઓને થોડી આર્થિક ખામી ભોગવવી પડી શકે છે જેના કારણે તમને થોડી પરેશાની થઈ શકે, આજે તમે લાંબા સમયથી રોકાયેલા કાર્ય પૂરા કરી શકો છો તેમજ પરિવારજનો ની મદદ માંગી શકો છો સાંજ સુધીમાં કોઈના ની યાત્રા પર સંતાન સાથે જવાનું થઈ શકે છે.