અને એક તેના માટે દૂધ નો એક ગ્લાસ લાવવામાં આવ્યો. ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ વારંવાર દૂધ ના ગ્લાસ માં આંગળી નાખી ને દૂધ હલાવી ને બહાર કાઢી ને જોવા લાગ્યો. ત્યારે રાજા એ પૂછ્યું કે આ શું કરો છો જેનો જવાબ આપતા કહ્યું કે દૂધ માં તો મલાઈ હોય છે.
પરંતુ અહીંયા એવું કશું દેખાતું નથી તો રાજા તમારા ગામ માં આવું દૂધ જ મળે છે? આપણા રાજ્ય માં તો દૂધમાંથી મલાઈ જ ગુમ થઇ ગઈ છે. ત્યારે રાજા એ કહ્યું કે દૂધ માં મલાઈ હોય છે. પરંતુ એ આવી રીતે દેખાઈ નહિ, જ્યારે દૂધ ને ગરમ કરીને રાખવામાં આવે ત્યારે દૂધ ની મલાઈ દેખાઈ છે.
ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ કહ્યું કે આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે, જેવી રીતે દૂધ ને ગરમ કરવા થી મલાઈ દેખાય છે. એવી રીતે ભગવાન દરેક જીવ ની અંદર હાજર જ હોય છે. પણ તેને જોવા માટે સાચી ભક્તિ ની જરૂરત, સાચા મન થી ધ્યાનપૂર્વક ભગવાન ની ભક્તિ કરવામાં આવે તો દરેક જીવ ના આત્મા માં રહેલા ભગવાન ના દર્શન થાય છે.
રાજા બ્રાહ્મણ ના પુત્ર ના જવાબ થી ખુશ થયા. અને કહ્યું કે હવે તમે મને બીજા પ્રશ્ન નો ઉત્તર આપો. ભગવાન કઈ દિશા માં જુવે છે? ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ કહ્યું કે તેનો જવાબ દેવા માટે મારે એક મીણબત્તી જોઈશે, રાજાએ તરત જ એક મીણબત્તી મંગાવી ને આપી.
અને તેને મીણબત્તી ને પ્રગટાવી અને કહ્યું કે રાજા આ મીણબત્તી ની રોશની કઈ તરફ જાય છે? ત્યારે જવાબ આપતા રાજા એ કહ્યું કે મીણબત્તી ની રોશની તો બધી દિશામાં એકસરખી જ જાય છે. તે બ્રાહ્મણ પુત્ર એ કહ્યું કે આ તમારા બીજા પ્રશ્ન નો જવાબ છે.
અને કહ્યું કે ભગવાન સર્વે ની સામે એક નજર થી જ જુવે છે. તેની પાસે કોઈ ભેદભાવ નથી. બીજા પ્રશ્નનો જવાબ સાંભળી ને રાજા એકદમ ખુશ થઇ ગયા. અને કહ્યું કે હવે મને ત્રીજા પ્રશ્ન નો જવાબ આપો. અને ત્રીજો પ્રશ્ન હતો: ભગવાન શું કરી શકે છે?
ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ કહ્યું કે તેનો જવાબ આપવા માટે તમારે મને એ સિંહાસન પર બેસવા દેવો પડશે… અને હું બેઠો છું, ત્યાં તમારે આવવું પડશે. રાજા ને તો હવે ત્રીજા પ્રશ્નનો જવાબ સાંભળવાની ઉતાવળ હતી. જેથી તે સિંહાસન પર થી નીચે આવી, અને બ્રાહ્મણ પુત્ર ની જગ્યા એ આવી ગયા.
અને તે બ્રાહ્મણ પુત્ર રાજા ના સિંહાસન પર જઈ ને બેસી ગયા, અને કહ્યું કે આ જ આપના ત્રીજા પ્રશ્ન નો ઉત્તર છે. ભગવાન મારા જેવા ગરીબ બ્રાહ્મણને સિંહાસન ઉપર બેસાડી શકે છે. અને સિંહાસન ઉપર બેઠેલા રાજા ને એક સામાન્ય બ્રાહ્મણ ની જગ્યા એ બેસાડી શકે છે, બ્રાહ્મણ પુત્ર ની હોશિયારી અને ચાલાકી થી રાજા એટલા પ્રભાવિત થયા કે તેને પોતાના સલાહકાર માં શામેલ કરી લીધા.
જો ભગવાન પર ભરોસો હોય તો એ દરેક પરિસ્થિતિમાં આપણી સાથે જ છે અને સાચો રસ્તો બતાવનારા બને છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.