પ્રેમી સાથે લગ્ન માટે ઘરેથી ઘરેણાં અને પૈસા લઈને હજુ તે નીકળી રહી હતી ત્યાં જ અચાનક તેના પિતાની…

આ વખતે જાનકીને ધવલનો આ સવાલ તીરની જેમ વાગ્યો. તેને ગુસ્સો આવ્યો. તેણે કડક સ્વરે કહ્યું, “હા, લઈ લીધા. પણ તું વારંવાર એ જ કેમ પૂછે છે?”

ધવલ ગભરાઈ ગયો અને વાત ફેરવતા બોલ્યો, “અરે, આપણા નવા જીવનની શરૂઆત માટે પૈસાની જરૂર તો પડશે ને! અને મારે એક નવો ફોન પણ લેવો છે. તું ખોટી ચિંતા ના કર.”

જાનકીએ એક ક્ષણ માટે વિચાર્યું અને પછી મક્કમ સ્વરે બોલી, “સાંભળ, શું તારામાં એટલી પણ હિંમત નથી કે તું જાતે કંઈ કમાઈ શકે?”

ધવલ થોથવાઈને બોલ્યો, “અરે, એવી વાત નથી. બસ લગ્ન પછી બધું આપોઆપ ઠીક થઈ જશે.”

જાનકી હવે ચૂપ થઈ ગઈ. તેને ધવલની વાતોમાં કોઈ વિશ્વાસ રહ્યો નહોતો. થોડી ક્ષણોની શાંતિ પછી તેણે કહ્યું, “સાંભળ, હાલ પૂરતો આ ભાગી જવાનો પ્લાન આપણે રદ કરીએ છીએ. પહેલાં તું કંઈક કમાઈને બતાવ. જ્યારે તું બે મહિનાનો ખર્ચ ભેગો કરી શકે, ત્યારે મને બોલાવજે. જો તું એ નહીં કરી શકે, તો મને ભૂલી જા.”

ધવલ કંઈ બોલવા જતો હતો ત્યાં જ જાનકીએ ફોન કાપી નાખ્યો.

જાનકીએ ધીમેથી તેના માતાના રૂમનો દરવાજો ખખડાવ્યો. માતાએ અડધી ઊંઘમાં પૂછ્યું, “શું છે બેટા, આટલી રાત્રે?”

જાનકીએ શાંતિથી કહ્યું, “મા, મારે નોકરી કરવી છે. જ્યાં સુધી ચિરાગનું ભણતર પૂરું ન થાય, ત્યાં સુધી હું ઘરના ખર્ચમાં મદદ કરવા માંગુ છું.”

માતાએ જાનકીના માથે હાથ ફેરવ્યો. તેમની આંખોમાં ગર્વ અને પ્રેમ છલકાઈ રહ્યા હતા.

જાનકી મનોમન વિચારવા લાગી કે આજે ભગવાને તેને એક મોટી ભૂલ કરવાથી બચાવી લીધી. એક અજાણ્યા ભયનો ઓછાયો ટળી ગયો હતો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો!