ત્યારે મેં ગુસ્સે થઈને એને કહ્યું કે ‘તું મને શીખવી રહ્યો હતો કે કઈ રીતે વર્તન કરવું!’
સાંભળીને એને મને ખૂબ સોરી કહ્યું અને પરાણે મારું મૂડ ઠીક કર્યું, બાદ એને મને શાંત કરી અને પ્રેમભર્યું આલિંગન આપ્યું.
મારો વાંક હોવા છતાં એને મને ધમકાવી નહિ કે એક અવાજ પણ ન કર્યો, ઉપરથી મને સોરી બોલતો રહ્યો. એનો આટલો પ્રેમ, લાગણી, સમજણ જોઈને હું મારું દિલ એના માટે ફરી અને ફરી હારી બેઠી!
એના હગ કરતાં જ મને મારી ભૂલ અને અપરાધભાવનો અહેસાસ થયો,! મને થયું કે મારે એ અંકલથી વિનમ્રતાપૂર્વક વાત કરવી જોઈતી હતી, એ તો એમના કર્તવ્યનું જ વહન કરી રહ્યાં હતાં.
મેં આટલી નઈ જેટલી બાબતમાં એ અંકલથી આટલી અધીરાઈ અને રાહુલ પ્રત્યે આટલું અભદ્રભર્યું વર્તન કઈ રીતે કર્યું! ત્યારે મને સમજાયું કે રાહુલ કેટલો ડાઉન ટુ અર્થ છે અને લોકોથી કેટલો સહેલાઇ અને સરળ સ્વભાવ રાખી વર્તન કરે છે એ વાતનો મને સરાસર અહેસાસ થતાં જ એ દિવસે મારી નજરમાં એના વ્યક્તિત્વની અમીટ છાપ પડી ગઈ.
મેં પરત એને સોરી કહ્યું અને ખૂબ ક્ષમાયાચના કરી. અને જીવનમાં ક્યારેય કોઈ પણ સાથે આવું વર્તન ન કરવા માટેનું વચન આપ્યું.
અને ત્યારબાદ મારો લોકો પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધારે નમ્ર બન્યો. ખરેખર આ વસ્તુ હું એનાથી શીખી છું એ વાતનો હું સ્વીકાર કરું છું.
ત્યારબાદ એને તરત જ મને બાથમાં ભરી લીધી અને મારું ફેવરીટ ખટ્ટુ ચણાચોર ખવડાવ્યું.
આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, મારા એ અશ્રુઓમાં એની માટેનો અનહદ્ પ્રેમ અને માન વહી રહ્યાં હતાં.. જે આજે પણ એની માટે વહે છે! કેમ કે કમનસીબે એ અમારી છેલ્લી મુલાકાત હતી!
અમારાં બંને વચ્ચે બધું જ ઠીક થઇ ગયું હતું અને ઉપર જણાવ્યા પ્રમાણે મારામાં નવા સિદ્ધાંતોનો જન્મ પણ થયેલો. પણ નસીબના દાઝેલા અમે, કોઇ સંજોગોવસાત અમારી પ્રેમકહાનીનો અંત તો ત્યાં જ આવી ગયો!
મારા હૃદયમાં રાહુલ પ્રત્યે મમતા જેવો પ્રેમ ભરનારી અમારી પ્રેમકહાની હાલ પણ મારા અંતરઆત્મામાં જીવંત છે! એના વ્યક્તિત્વનો પડઘો હાલ પણ મારા અંતરમનમાં ચીસો પાડે છે ને એની યાદોના વિશાળ દરિયામાં ઓચિંતા મોજાં છલકાવી જાય છે!
લિ- ફેની 🙂