આજુ બાજુમાં કોઈ માણસોનો હતું તેમ છતાં તે ખેડૂતે અંતે મહા મહેનતે તે રસ્તામાંથી પથ્થર હટાવ્યો. અને રસ્તાની સાઇડમાં કોઈને નડે નહીં તેમ રાખી દીધો. અને ફરી પાછો ગાડામાં બેસવાની જઈ રહ્યો હતો ત્યાં જ તેનું ધ્યાન પડ્યું કે જે જગ્યાએથી પથ્થર હટાવ્યો ત્યાં એક પોટલી પડી છે, આ પોટલી ખોલી ને જોયું તો તેમાં સોના મહોરો રાખેલી હતી.
ખેડૂતે આ પોટલી લઈને તેની પાસે સાચવીને રાખી દીધી, અને ફરી ગાડુ લઈને પોતાના ખેતરમાં કામ કરવા માટે જવા લાગ્યો. આ બધું રાજા વૃક્ષ પાછળ છુપાઈને જોઈ રહ્યા હતા. અને તેને એ વાતનો સંતોષ થયો કે ભલે ઘણા લોકો તેનો વાંક કાઢી ને ચાલ્યા ગયા હોય પરંતુ આ એક ખેડૂતે પોતાની ફરજ સમજીને રસ્તા નો પથ્થર રસ્તાની સાઈડમાં કરી નાખ્યો.
બીજા દિવસે રાજા જ્યારે પોતાના દરબારમાં બેઠા હતા ત્યારે બધા લોકો સાથે પથ્થર ની વાત કરતા હતા એવામાં જ અચાનક એક વ્યક્તિ દરબારમાં દાખલ થાય છે, રાજા તરત જ તેને ઓળખી ગયા કે આ એ જ ખેડૂત છે. જેને ગઈકાલે પથ્થર હટાવ્યો હતો.
એક ખેડૂત રાજા પાસે આવ્યા છે અને રસ્તામાં પથ્થર નીચે છુપાવેલી સોના મહોરો રાજાને આપતા કહે છે કે ગઈકાલે રસ્તામાં પથ્થર પડ્યો હતો જે હટાવ્યો ત્યારે મને આ પોટલી મળી છે જેમાં સોનામહોર પડી છે. રાજા તેની ઈમાનદારીથી અનેક ઘણા પ્રભાવિત થઈ ગયા, તેના ગામના લોકોને ચાલવામાં તકલીફ ન પડે એટલે તે ખેડૂતે લોકો પ્રત્યે પ્રેમ દર્શાવીને આ પથ્થર દૂર કર્યો હતો.
રાજા એ બધું તેની નજર સમક્ષ જોયું હતું, ખૂબ જ પ્રભાવિત થઈને ખેડૂતનું રાજાએ સન્માન કર્યું. અને તેની પાસેથી પોટલી લઈને તેમાં અનેક બીજી સોનામહોરો નાખીને ફરી પાછી તે પોટલી તેને ભેટ સ્વરૂપે આપતાં કહ્યું કે રાજા ગમે તેટલું કામ કરે પરંતુ પ્રજાની પણ ફરજ અને જવાબદારી છે કે ગામ લોકોને પડતી તકલીફ માં પોતે પણ સાથ સહકાર આપે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.