પરંતુ આખા ઘર ને સુગંધિત કરી દયે છે એટલું જ નહિ આડોશ પાડોશ નું વાતાવરણ સુગંધિત કરી દયે છે આજે જયારે તું કાયમ ને માટે સાસરે ચાલી ગઈ છે બની શકે છે કે તારા પતિ સાથે કે સાસુ સસરા કે નણંદ સાથે કે દિયર સાથે કઈ નારાજગી થાય અને થોડું બોલવાનું કે સાંભળવાનું પણ થઇ શકે છે.
અને ક્યારેક આડોશી પાડોશી સાથે સંબંધો માં નારાજ થઇ જાય ત્યારે મારી આ ભેટ ને કાયમ ને માટે યાદ રાખજે અગરબત્તી પોતે જાતે પ્રગતિ અને આખા ઘર ને અને આડોશ પાડોશ ને જેમ સુગંધિત કરે છે અને તારા સાસરા ને તારું પિયર ગણી અને રહેજે.
કારણ કે અમે પણ તને સમજાવવા માટે ક્યારેક ક્યારેક તને ઠપકો આપતા જ હતા ને ?માટે તારા કર્મ અને વ્યવહાર ની સુગંધ થી તારા ઘર નું વાતાવરણ સુગંધિત અને પ્રફુલ્લિત રાખજે
ચીઠી વાંચતા વાંચતા સવાર સવાર માં જ દીકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી બાજુ ના રૂમ માંથી તેના સાસુ સસરા વહુ નો રડવા નો અવાજ આવતા ત્યાં દોડી આવ્યા અને તેનો પતિ પણ ત્યાં આવી ગયો.
બધા ને થયું કે કઈ લાગી ગયું કે શું થયું ?સાસુ વહુ ને શાંત પાડવા માટે આશ્વાસન આપવા લાગ્યા ત્યારે વહુ ના ખોળા માં પડેલી ચીઠી ઉપર સાસુ ની નજર પડી સાસુ તે ચીઠી હાથ માં લઇ અને વાંચવા લાગ્યા વાંચવાનું પૂરું થતા જ તેને વહુ ને ગાલે લગાડી અને ભેટી પડ્યા.
અને સસરા ને કહ્યું કે આ ચીઠી ને ફ્રેમ માં મઢાવી આપો પૂજા રૂમ માં મારે આ ફ્રેમ પણ રાખવી છે મારી વહુ ને દુનિયાની બહુ જ કિંમતી ભેટ મળી છે.
અને કાયમ ને માટે એ ફ્રેમ તેની સંસ્કાર ની અને શિખામણ ની સુગંધ થી આખા ઘર ને વર્ષો સુધી મહેકાવતી રહી અગરબત્તી તો થોડા દિવસ માં ખાલી થઈ ગઈ હતી પણ સંસ્કાર ની સુગંધ અવિરત વહેતી હતી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.