એક સાધારણ પરિવાર ની દીકરી તેના લગ્ન પછી પહેલી વખત તેના પિતાજી ના ઘરે આવી હતી. અને બે દિવસ ના રોકાણ પછી જ્યારે તેના સાસરે જઈ રહી હતી.
ત્યારે તેના પિતા એ દીકરી ને આપવા માટે ભેટ ની સાથે એક અગરબત્તી નું પેકેટ આપ્યું અને કહ્યું કે તું સાસરે જઈને સવારે ભગવાન ની પૂજા કરો ત્યારે રોજ આ અગરબત્તી માંથી એક અગરબત્તી પ્રગટાવી અને ભગવાન ની પૂજા કરજે.
આ વાત સાંભળી ને દીકરીની માતા ને પણ આશ્ચર્ય થયું અને તેને પૂછ્યું કે તમે જે ભેટ આપી તે બરાબર છે પણ અગરબત્તી દીકરી ને દેવાય ?
દીકરી તેના સાસરે જઈ રહી છે અને તેમાં તેને ભેટ માં અગરબત્તી નું પેકેટ આપો તો કેવું લાગે ?આ સાંભળીને તેના પિતા એ ખિસ્સા માં હાથ નાખી અને જેટલા રૂપિયા હતા એ બધા દીકરી ના હાથમાં મૂકી દીધા.
દીકરી સાસરે પહોંચી ત્યારે તે સાથે લાવેલી ભેટ અને પિતાજી એ આપેલા રૂપિયા એ બધું સાસુ ને બતાવવા લાગી ત્યારે તેની ભેટ માં કોઈ કિંમતી ચીજ વસ્તુ ના દેખતા તેમજ સાથે રહેલા અગરબત્તી નું પેકેટ નજરે આવતા સાસુનું મોઢું ચડી ગયું.
અને બોલ્યા કાલે પૂજા કરવામાં આ બધી અગરબત્તી સળગાવી નાખજે કારણ કે તારા બાપે તમને બહુ પ્રેમથી આપી છે.
બીજા દિવસે સવારે જ્યારે દીકરી સવાર સવાર માં પૂજા કરવા મંદિર વાળા રૂમ માં જાય છે, ત્યારે તેના પિતાજી એ આપેલું અગરબત્તી નું પેકેટ સાથે લઇ ને જાય છે. અને તે પેકેટ માંથી અગરબત્તી કાઢવા જાય છે.
ત્યારે તેમાંથી એક કાગળ નીકળે છે જેમાં તેના પિતાજી એ પોતાના હાથે લખી અને દીકરી ને સલાહ લખેલી હતી જેમાં લખ્યું હતું કે દીકરી આ અગરબત્તી ને એકવાર પ્રગટાવ્યા પછી પોતે સળગી જાય છે.