અને સુરેશ ને ચાલીસ રૂપિયા લેખે બે કિલો ખારેક બાંધી આપી અને કહ્યું કે હું કાયમ માટે આગળ ચોક માં જ ઉભો રહું છું. તમારે જ્યારે રૂપિયા આપવા હોય ત્યારે ત્યાં આવી જજો. હવે સુરેશ પણ થોડી હિંમત માં આવી ગયો હતો, તેના પાસે રૂપિયા નહોતા. પણ તેની પાસે ખારેક તો હતી.
તે ખારેક ની એક એક કિલો ની બે કોથળી લઇ ને સુરેશ પાછો બજાર માં ચાલતો થયો, ત્યારે એક શેઠે સુરેશ ને રોક્યો અને પૂછ્યું કે આ બે થેલી ભરીને શું લઈ જઈ રહ્યો છે? સુરેશે કહ્યું હવે ખુબ જ સરસ ખારેક આવી છે, તે લઈ જઈ રહ્યો છું.
તે શેઠે જવાબ માં પૂછ્યું કે આટલી બધી ખારેકનું તારે શું કરવું છે? તેને જવાબમાં કહ્યું કે આવી ખારેક આખી સીઝન માં એક કે બે વખત જ આવે છે, બહુ સારી હતી એટલે મેં બે કિલો લઇ લીધી પણ થોડી મોંઘી પડી. એટલે શેઠે પૂછ્યું કે કેટલા માં પડી?
એટલે સુરેશે કહ્યું કે 80 રૂપિયા ની કિલો લેખે આવી છે, શેઠે ખારેક ચાખી અને સુરેશ ને 160 રૂપિયા તુરત જ ગણી આપ્યા. અને કહ્યું કે તું બીજી ખરીદી લેજે, આ મને આપી દે. હવે સુરેશ નું કામ થઇ ગયું હતું તે સૌ પહેલા ખારેક વાળા ને ગોતી અને તેના એંશી રૂપિયા આપી, અને પછી દીકરી માટે રસમલાઈ લઈને ઘરે ગયો.
ઘરે જતા જતા સુરેશ ના ચહેરા પર ની ખુશી નું વર્ણન શબ્દોમાં ન કરી શકાય એટલી ખુશી હતી. ઘરે ગયો અને દીકરી ને આપી, ત્યારે તેને ભારે સંતોષ થયો. દીકરી પણ ખુશ થઇ ગઈ. અને ઉપરવાળાનો આભાર માનવા લાગ્યો. અને કહેવા લાગ્યો કે ગમે તેમ પણ તમે મારી દીકરી માટે રસમલાઈ નો મેળ કરાવી આપ્યો.
સમાજમાં દરેક ઘર માં સંતાન માં દીકરો આવે ત્યારે તો બધા ખુશ થાય છે, પરંતુ જયારે દીકરી નો જન્મ થાય છે ત્યારે બધા લોકોના મોઢા પડી જાય છે. દીકરો કે દીકરી તે તેના નસીબ લઇ ને જન્મ લે છે. અને તેના નસીબ માં લખેલી સુખ સગવડતા તેના માતા પિતા પાસે ન હોય તો ગમે ત્યાંથી રસ્તો થઇ જાય છે, અને ઘર માં સુખ સગવડતા આવે છે.
આપણી આજુબાજુમાંથી જ એવા કેટલાય એવા કિસ્સા જાણવા મળી જશે કે દીકરી ના જન્મ પછી તેના પરિવાર ની સુખાકારી દિવસે અને દિવસે પ્રગતિ કરતી હોય છે, અને એવા કિસ્સા પણ છે કે દીકરી ની સગાઇ કરવા ટાઈમે તેના માતા પિતા ચિંતા માં હોય છે, કે લગ્ન ના ખર્ચ ની સગવડતા કેવી રીતે કરીશું? પણ એ જ દીકરી ના લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.