સવાર સવાર ના સમયે બધા ના ઘર માં ખુશી નું વાતાવરણ હોય છે. રાત્રી નો આરામ કરી ને બધા સાથે બેસીને ચા નાસ્તો કરતા હોય ને આનંદ કરતા હોય. પરંતુ હેમલતા બેન ના ઘર નું વાતાવરણ કંઈક અલગ હતું.
હેમલતા બેન ના પતિ નું ત્રણ મહિના પહેલા અવસાન થયું હતું, ત્યારથી તેની તબિયત બહુ ખરાબ રહેતી હતી. જેથી સંપૂર્ણ પથારીવશ થઈ ગયા હતા. તેને બે પુત્ર હતા. જે બંને ના લગ્ન થઇ ગયા હતા. હેમલતાબેન ના ઘર માં આજે સવાર થી જ બંને ભાઈઓ વચ્ચે પિતાજી ની સંપત્તિ ના ભાગ પાડવા ના મામલે ઝઘડો ચાલી રહ્યો હતો. અને જોર જોરથી એક બીજા પર ગાળા ગાળી ચાલી રહી હતી. બંને ભાઈઓ મારામારી સુધી પહોંચી જાત જો કાકા બંને ની વચ્ચે પડ્યા ના હોત.
ઘરના નાના નાના બાળકો સવાર સવાર માં ચાલુ થયેલ ઝઘડો જોઈને ગભરાઈ ગયા હતા. અને પાડોશીઓ આ મફત ના મનોરંજન નો લાભ લેવા પોતાના ઘરના આંગણે કે બાલ્કની પાર કે અગાસી ઉપર ગોઠવાઈ ગયા હતા. મહિલાઓ ભેગી મળી ને ગુસપુસ કરતી હતી કે શું થઈ રહ્યું છે?
પિતાજીના મૃત્યુ બાદ માતાની તબિયત એકદમ લથડી ગઈ હતી. જે પલંગ માં સૂતાં સૂતાં જ જોઈ રહી હતી. અને તેની આંખમાંથી અશ્રુ ની અવિરત ધાર ચાલુ હતી. જમીન મકાન સોના ચાંદી ના દાગીના ઘર ના વાસણ સહિત બધી વસ્તુ ના ભાગ પડી ગયા હતા. પરંતુ ઝઘડો એક જ વસ્તુ માટે હતો. બા ના પટારા માટે, જે બા ને તેના લગ્ન સમયે તેની પિયર થી ભેટ મળ્યો હતો. જેમાં બા તેનો સમાન રાખતા અને પટારા ની ચાવી હંમેશા પોતાની પાસે રાખતા કોઈ ને પણ ચાવી આપતા નહિ.
બંને વહુ ને થયું કે બા ની પાસે કિંમતી વસ્તુઓ તો આ પટારા માં જ રાખેલ હશે, જેથી અમને પણ કોઈ દિવસ ખોલી ને દેખાડ્યું નથી કે ચાવી આપી નથી. આની અંદર જરૂર કિંમતી દાગીના હીરા ઝવેરાત રાખ્યું હશે.
એટલે તો આટલા વર્ષ થી પરણીને આવ્યા પછી પણ અમને હાથ લગાવવા દીધો નથી. આવી અને વાત કરી કરી ને બંને એ પોતાના પતિ નો ઝઘડો થાય ત્યાં સુધી ચડામણી કરી હતી. અને જે કરવું હતું એ બંને ભાઈઓ વચ્ચે આજે સવાર ના જ થયું.
બા ના પટારા માંથી ભાગ મળશે તેવી આશામાં વહુઓ આ બધો ઝઘડો જોઈ રહી હતી. પરંતુ બે માંથી એકેય વહુ બા ને સાથે રાખવા માટે રાજી નહોતી!
આ બધુ જોઈ ને બા ઉભા થયા, પણ ઉભા ના થઇ શક્યા અને પાછા પલંગમાં પડી ગયા. અને સુઈ ગયા થોડીવાર પછી બા એ કાકા ને કહ્યું કે મારો હાથ પકડી ને ઉભી કરો. ઉભા થઇ ને બા એ પટારા ની ચાવી શોધી ને પટારો ખોલ્યો. અને બધો સમાન અંદર થી બહાર કાઢી ને બતાવવા મંડ્યા.