ગાદલું ભીનું થયું, એટલે તેનો દીકરો પડખું ફેરવી, અને બીજી બાજુ સૂતો. અને બાકી નું પાણી તે બાજુ માં નાખ્યું. એ બાજુ પણ ભીનું લગતા છોકરો નીંદર માંથી જાગી ગયો. અને જોયું તો તેની માતા ખાલી લોટો લઇ ને ઉભા હતા.
તેને જોઈ ને છોકરો ગુસ્સે થઇ ગયો કે માં આ શું છે? મારા ગાદલા માં શા માટે પાણી નાખો છો? ત્યારે તેની માતા એ જવાબ આપ્યો કે હું હિસાબ કરતી હતી કે કેટલી રાત તને ભીના માંથી કોરા ગાદલા માં સુવડાવી અને મેં કાઢી છે? તારા બાળપણ માં આખી આખી રાત મેં જાગી ને કાઢી છે.
હજુ તો એક જ વખત મેં તારી સાથે આ વર્તન કર્યું તેમાં તું આટલો બધો ગુસ્સે કેમ થઇ જાય છે? હજુ તો મારો હિસાબ શરુ પણ નથી થયો. મારા હિસાબ નો કર્જ તું કેવી રીતે ચૂકવી શકીશ ? તારા બાળપણ માં જ તારા પિતાજી નું અવસાન થયું હતું.
અને તને આખી જિંદગી મેં માં અને પિતા બંને ની જવાબદારી નિભાવી ને મોટો કર્યો. ભાર જુવાની માં તારા પિતા ચાલ્યા ગયા, ત્યારે બધા લોકો મને બીજા લગ્ન કરવા માટે આગ્રહ કરતા હતા. પણ તારા જીવન માં દુઃખ ના આવે એ માટે થઇ ને મારા આખા જીવન નું બલિદાન તારા પાછળ આપ્યું છે. અને આજે જયારે મારી વૃદ્ધાવસ્થા આવી છે.
ત્યારે તારી મારા માટે કઈ ફરજ બને છે કે નહિ? દરેક માતા પિતા તેના સંતાનો માટે થઇ ને દુઃખ ના ઘૂંટડા દરરોજ પીતા હોય છે. અને કાયમ ને માટે દુઃખ ભોગવવા પણ તૈયાર રહેતા હોય છે. અને તેમાં પણ અમે રાજી રહેતા હોઈએ છીએ.
પરંતુ તેના પરિણામ સ્વરૂપે સંતાન જયારે તારા જેવું વર્તન કરે ત્યારે જાણે પગ નીચે થી જમીન સરકી ગઈ હોય તેવું લાગે છે. માં બાપ નું કર્જ તો તેની વૃદ્ધાવસ્થા માં દેખભાળ રાખો. તેની સાથે લાગણી થી અને પ્રેમ થી વર્તન કરો અમે તમને જિંદગી આપી છે. અમારે તમારા પાસે થી શું અપેક્ષા હોય?
અરે માવતર ના એક આશીર્વાદ થી તમે દુનિયા જીતી લાવો છો, તેની કદર કરતા શીખો. દીકરો તરત જ બધી વાત સમજી ગયો અને તેની આંખ ખુલી ગઈ પણ અફસોસ કે માતાએ ખુદ તેને સમજાવવું પડ્યું ત્યારે જઈને તે સમજ્યો!
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.