કુટુંબમાં તેના પિતાએ પુત્રને પાસે બોલાવ્યો, પાસે બોલાવીને તેની બાજુમાં બેસવાનું કહ્યું.
તેનો દીકરો હવે મોટો થઇ ચૂક્યો હતો કામ ધંધે પણ ચડી ગયો હતો અને તેના પેઢી દર પેઢીથી ચાલી આવતો ધંધો બહુ સારી રીતે સંભાળી લીધો હતો. દીકરા પ્રત્યે બીજી કોઈ તેને ફરિયાદ ન હતી પરંતુ દીકરો તેને સમય આપતો નથી.
એટલે તેને પાસે બોલાવી અને કહયું મારી અંતિમ વિધિ કરવામાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં તને પાંચ કલાક જેટલો સમય લાગશે બંને કાર્યમાંથી હું તને મુક્ત કરી આપું છું.
દીકરાના થોડું આશ્ચર્ય થયું એટલે તેને તેના પિતાજી ને પૂછ્યું કે કેમ તમે આવું કહી રહ્યા છો?
પિતાજીએ પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું તું મારું બોડી દાન કરી દેજે અને શ્રાદ્ધ પણ નહીં કરતો પરંતુ મારી પાસે આ આઠ કલાકનો સમય વિતાવ.
તારો આઠ કલાકનો સમય હું બજાવું છું તે આઠ કલાક આઠ દિવસ સુધી દરરોજ એક કલાક મારી પાસે આવીને ખાલી બેસ.
દીકરા ના મોઢા માં જવાબ આપવા માટે શબ્દો બચ્યા નહોતા.
વાત કડવી છે પ્રમાણિક પણે સ્વીકારવી અઘરી પણ છે પરંતુ એકદમ સાચી વાત છે.
તમે ગમે તેટલા તમારા કામમાં તમારા ઓફિસ વર્ક માં કે પછી કોઇપણ કાર્યમાં વ્યસ્ત હોય તમે જો માત્ર એક થી બે મિનીટ જેટલો સમય કાઢી શકો અને તમારા ઘરે ફોન કરી શકો એ પૂછવા માટે કે બા/બાપુજી જમ્યા કે કેમ? દવા લઈ લીધી કે નહીં?
ફોનમાં એટલું કહેશો કે ઘણું કામ છે આજે થતા હું જલ્દી આવવાની ટ્રાય કરીશ, તો માતા-પિતાનો જવાબ તમને એટલો જ મળશે કે બેટા ઉતાવળના કરીશ તું નીરાતે આવજે.