પિતાએ અચાનક દીકરા પાસે આવીને કહ્યું તું અને બહુ થોડો વખત એકલા રહેજો કારણ કે હું અને તારી મમ્મી બંને થોડા સમય માટે જાત્રાએ જાઈએ છીએ લગભગ એકાદ મહિના માટે જઈએ છીએ.
દીકરા એ તરત સામે સવાલ કર્યો પણ અરે આમ અચાનક?
પપ્પાએ કહ્યું જિંદગીમાં કમાવાની અને કમાવાની લાલચમાં ન તો ભગવાનને સરખો ભજાયો કે ન તો તારી મમ્મી સાથે હું એકદમ શાંતિથી જીવી શક્યો. ક્યારે ઘડપણ આંગણે આવીને ઊભું રહી ગયું પણ ખબર જ રહી નહીં. અને મોત પણ જાણે ક્યારે આંગણેથી અંદર આવી જશે તેની પણ ખબર રહેવાની નથી. જે અમારું જીવન હવે બાકી રહ્યું છે તે હવે મારી શાંતિથી જીવવાની ઈચ્છા છે.
આટલું જાત્રાએ જતા પહેલા પપ્પા બોલ્યા હતા, જાત્રાએ જતાં પહેલાં આ આ તેમના છેલ્લા શબ્દો હતા પપ્પા અને મમ્મી બંને જાત્રાએ ગયા તેને લગભગ મહિના જેવું થઈ ગયું હતું દીકરો પણ રોજ ફોન ઉપર વાતચીત કરી લેતો એક મહિનો પૂરો થઈ ગયો, બીજો મહિનો પણ પૂરો થવા આવ્યો.
દીકરાએ ફોન કરીને પપ્પાને પૂછ્યું તમે આખરે છો ક્યાં પપ્પા? બે મહિના થઈ ગયા મને હવે ખરેખર શંકા લાગે છે, તમને મારા સોગંદ છે આપ સાચેસાચું જણાવો કે તમે અત્યારે ક્યાં છો?
પપ્પા એ સામેથી જવાબ આપ્યો સાંભળ દીકરા, અમે અહીં કાશીમાં જ છીએ. અહીં ફરતા ફરતા એક વૃદ્ધાશ્રમ દેખાયો. એ વૃદ્ધાશ્રમનું વાતાવરણ ત્યાંનું ખાવા-પીવાનું રહેવાનું સવાર અને સાંજ દરરોજ ભગવાનના દર્શન કરવાના સાથે સાથે સત્સંગ આ બધું તારી મમ્મીને અને મને સારું એવું માફક આવી ગયું છે. અને જણાવી દઉં કે તારી મમ્મીનો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે.
દીકરા મેં તને ઘરેથી નિકળતા પહેલા જ કહ્યું હતું કે હવે અમારી ઉંમર શાંતિ મેળવવાની થઈ ચૂકી છે. હવે અમારી ઉંમર અશાંતિ ઊભી કરવાની નથી, તમે બંને તમારી જિંદગી શાંતિથી જીવો અમારી જરા પણ ચિંતા નહીં કરતા. ભગવાને પેન્શન આપ્યું છે તેમાં તમારો બધો ખર્ચ પણ નીકળી જાય છે અને હા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો.
દીકરો ગળગળો થઈ ગયો, એના આંખમાં આંસુ આવવાના જ જાણે બાકી હતા. ફોન પર કહ્યું પપ્પા મહેરબાની કરીને તમે પ્લીઝ ઘરે પાછા આવી જાવ.
ના દીકરા હવે આપણા બંનેની મંજીલ અલગ અલગ છે, તમે તમારી જિંદગી તમારી રીતે આનંદથી જીવો અને અમે અમારી રીતે જીવીશું.