પિતા માટે દીકરાએ એસી, ટીવી જેવી સગવડ વાળો આલીશાન રૂમ બનાવ્યો, પિતાએ રૂમ જોઈને કહ્યું મારે અહીંયા નથી રહેવું, દીકરાએ કારણ પૂછ્યું તો પિતાએ એવો જવાબ આપ્યો કે…

આટલું બોલતા ભુપતભાઈ અને ત્યાર બાદ તેના પત્ની બંને ની આખો ભીની થઇ ગઈ. હવે ભુપતભાઈ ને નીચે ના રૂમ માં ગોઠવણ કરી આપી ત્યારે તે નાના છોકરાઓ ની સાથે આખો દિવસ સમય પસાર કરવા લાગ્યા. અને નાના છોકરા ની સાથે નાના થઇ ને રહેવા લાગ્યા.

અને તેની તબિયત માં દવાથી ફાયદો થાય તેના કરતાં અનેક ગણો ફાયદો તેના દીકરા ના સંતાનો સાથે રહી ને થવા લાગ્યો. તે જોઈને તેના દીકરા ને પણ ખુશી થઇ. ત્યારે ભુપતભાઈ એ કહ્યું કે તમે મને જે સુખ સગવડતા વાળો રૂમ આપ્યો તેમાં મને બીજો કોઈ જ વાંધો નહોતો.

પરંતુ ત્યાં આપણા પરિવાર ના સભ્યો નો સાથ સહકાર હતો નહિ કે હું બાળકો સાથે હળી મળી ને રહી શકતો કે રમી શકતો નહિ. ફક્ત નીચે જમવા માટે આવું એટલો સમય જ બધા ની સાથે રહી શકતો હતો. અને જ્યારે થી નીચે ના રૂમ માં રહેવા આવ્યો.

ત્યાર થી નાના બાળકો ની સાથે પૂરતો સમય વિતાવી શકું છું અને બાળકો ની સાથે બાળક થઇ ને રહુ છું ભૌતિક સુખ સગવડો તો તમે મને આપી હતી, પણ સાચી જરૂરિયાત તો પરિવાર ના સભ્યો ના સાથ અને હૂંફ ની હતી જે મને મળતા બીમારી પણ ચાલી જશે.

બંને દીકરાઓ પિતાજી ની વાત એકદમ ગંભીરતા થી સાંભળી રહ્યા હતા, એટલે મોટા દીકરા એ નાના ભાઈ ને કહ્યું કે ઘરના વડીલો એક એવું વૃક્ષ છે, જે થોડા કડવા હશે પણ તેના ફળ હંમેશ ને માટે મીઠા હશે. તેની વાત કડવી હશે. પણ કાયમ ને માટે આપણને ફાયદો કરતી હશે.

આપણે જ્યારે દુકાન પર જઇએ ત્યારે નાના સંતાનો ને રમત ગમ્મત અને સારા સંસ્કારો આવા વડીલો જ દરેક ના ઘર માં આપતા હોય છે. તેનું માન સન્માન રાખી શકીએ અને તેને રાજી રાખી શકીએ તો બીજા કોઈ ના શરણ માં જવાની જરૂર પડતી નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.