ભુપતભાઈના પરિવાર માં તેના પત્ની તેના બે પરિણીત દીકરા, તેની વહુઓ અને કુલ ત્રણ સંતાનો સાથે સંયુક્ત પરિવાર માં રહેતા હતા. ઘરમાં બધા સામાન્ય રીતે હળીમળીને રહેતા હતા. સંયુક્ત પરિવાર હોય અને નાના છોકરા વાળા હોવાથી ક્યારેક ક્યારેક અંદરો અંદર બોલાચાલી થઇ જતી, પણ એ બધું ક્ષણિક રહેતું પરિવાર ના સભ્યો હળી મળી ને આનંદ થી રહેતા હતા.
ભુપતભાઈ ની દુકાન સારી ચાલતી હતી, અને બંને દીકરા ના લગ્ન પછી તે નિવૃત્ત થઇ ગયા હતા. અને દીકરાઓ ને દુકાન સોંપી અને પોતે નિવૃત જીવન માણી રહ્યા હતા. બંને દીકરાઓ એ દુકાન નો બધો કારોબાર માથે લઇ લીધો હતો.
અને સમય મુજબ વ્યાપાર ની રીતભાત માં માં ફેરફાર કરીને દુકાન માં ખૂબ જ પ્રગતિ કરી હતી. બંને દીકરાએ પોતાના ઘરના ઉપર ના ભાગે ભુપતભાઈ માટે એક આલીશાન રૂમ બનાવ્યો, જેમાં એ સી, ટી વી જેવી અનેક આધુનિક સુખ સગવડતા ના સાધનો પણ ફિટ કર્યા હતા.
અને જયારે ભુપતભાઈ ને ઉપર ના રૂમ માં રહેવા માટે કહ્યું ત્યારે ભુપતભાઈ નર્વસ થઇ ગયા, અને ઉદાસ અવાજે દીકરા ને કહ્યું કે ભલે નીચે સગવડતા ઓછી હોય તો અમારે ચાલશે, મને અને તારી માતાને નીચે જ રહેવા દો.
પણ દીકરાઓ એ તો ખુબજ હરખ થી ભુપતભાઈ નો રૂમ બનાવ્યો હતો. અને તેની જીદ સામે ભુપતભાઈ કશું બોલ્યા નહીં. અને પહેલા માળે રહેવા માટે ગયા. થોડા દિવસ તો ભુપતભાઈ રહ્યા ઉપર ગયા પછી તેની તબિયત પણ નરમ રહેવા લાગી હતી.
પણ તેમનું મન નીચે જ રહેતું, કારણ કે ત્રણ નાના સંતાનો ની સાથે તે રહી શકતા નહિ. નીચે જમવા માટે આવ્યા ત્યારે તેને દીકરાઓ ને કહ્યું કે મારો સમાન પાછો નીચે ફેરવી આપો. મને ઉપર રહેવું ફાવતું નથી. ત્યારે તેના દીકરાઓ એ ના કહી. અને કહ્યું કે તમે શાંતિ થી રહી શકો એ માટે તમારા માટે રૂમ માં બધી જાત ની સગવડતા કરાવી છે.
અને તમે તે બધું છોડી અને નીચે આવવાની વાત કરો છો? ત્યારે દીકરા ની વહુ એ રસોડા માંથી વચ્ચે બોલી બાપુજી કોઈ ના ઘરે વડીલો માટે આટલી સગવડતા નથી. ઘણા લોકો હોલ રૂમ માં જ સુતા અને રહેતા હોય છે, અને તમને આટલી બધી સુખ સગવડતા વાળો રૂમ બનાવી દીધો. તો તેની કદર કરવા ને બદલે તમે નીચે આવવાની જીદ કરો છો?
ત્યારે ભુપતભાઈ એ કહ્યું કે સુખ સગવડ તો બધી છે. પણ મારે તેનું કશું કામ નથી, ઉપર ના રૂમ માં ગયા પછી મારે આ ત્રણ નાના બાલુડા ની સાથે રમવાનું અને રમાડવાનું બંધ થઇ ગયું છે. તે મારી પાસે રામે મારા ખોળા માં ઠેકડા મારે અને દાદા દાદા કરે તેમાં મને જે સુખ મળે છે, તે ઉપર ના રૂમ માં નથી મળતું.